ગુજરાતમાં વિવિધ સ્થળ પર હનુમાનજીના અલગ અલગ મંદિર આવેલા છે. દરેક મંદિરનું વિશેષ મહત્વ હોય છે. દરેક મંદિરમાં ભકતગણો દર્શાનર્થે આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ધન્યતાની સાથે દાદાના આશીર્વાદ પણ મળતા હોય છે, તો તમને આજે અમે એવા જ એક ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું જ્યાં દર્શન માત્રથી દરેક મનોકામનાઓ પુરી થાય છે.

આ પાવન ચમત્કારિક મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના જંત્રાલ ગામમાં બિરાજમાન છે. તે હનુમાન દાદાના મંદિરને હઠીલા હનુમાન દાદાના મંદિર તરીકે પણ ઓરખવામાં આવે છે. તે મંદિર વિષે એવું માનવામાં આવે છે કે તે મંદિરમાં હનુમાન દાદા હજાર હજુર એટલે કે સાક્ષાત બિરાજમાન છે. તે મંદિરમાં દર્શન કરતાંની સાથે તમને ધન્યતાનો અનુભવ થાય છે.
મંદિરમાં આવનાર દરેક ભક્ત પર હનુમાન દાદાની કૃપા બનેલી રહેતી હોય છે. આ મંદિરના ઇતિહાસ પર નજર કરીયે તો તે જગ્યા પર હનુમાન દાદાની મૂર્તિ આડી પડેલી હતી, તે મૂર્તિને ગામના લોકોએ ઘણી વાર સીધી કરવાનો પ્રયત્ન કર્યો પણ તે મૂર્તિ આડી જ પડી જતી હતી. ત્યારબાદ ગામલોકોએ એકજુટ થઈને હનુમાન દાદા ને વિનંતી ભરી પ્રાર્થના કરી.

જો તમારી મૂર્તિ સીધી રહેશે તો ગ્રામજનો ભેગા થઈને તમારું મોટું મંદિર બનાવીશું, તે પછી મૂર્તિ ઉભી કરી તો ઉભી જ રહી. માટે આ મંદિરનું નામ હઠીલા હનુમાનજી રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ જંત્રાલ ગામના લોકોએ ભવ્ય અને વિશાળ મંદિર બનાવ્યું હતું.
હઠીલા હનુમાનજીના મંદિરમાં મંગળવાર અને શનિવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. આ મંદિરમાં ભક્તો અલગ અલગ શ્રદ્ધા અને માનતા લઈને આવતા હોય છે, દરેકની માનતા હનુમાનદાદા પુરી કરતા હોય છે. મંદિરમાં આવનાર દરેક ભક્ત ધન્યતાનો અનુભવ કરતો હોય છે, આ મંદિરમાં બિરાજમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ છે.