દેશ અને દુનિયામાં અનેક પ્રકારની હરીફાઈઓ યોજાતી હોય છે. દરેક સ્પર્ધામાં કંઇક અલગ જોવા મળતું હોય છે. દરેક સ્પર્ધા તેની વિશેષતા કારણે જ ઓળખાતી હોય છે. જેમ માણસોમાં હરીફાઈઓ યોજાતી હોય છે તેવી જ રીતે પ્રાણીઓની પણ આવી સ્પર્ધાનું આયોજન થતું હોય છે. આવી સ્પર્ધા જોવાનું લોકો ખૂબ પસંદ પણ કરતા હોય છે. તેવી જ એક હરીફાઈમાં ગુજરાતનું નામ રોશન કરનાર ઘોડી વિશે જાણો.
ગુજરાતની આ રાણી ઘોડી બની છે દેશની બ્યુટી ક્વીન, પુષ્કરના મેળામાં આયોજિત કોમ્પીટેશનમાં રાણીએ જીત્યો બ્યુટી ક્વીન નો પુરસ્કાર. આ ગુજરાતની રાણી જ્યારે દોડતી હોય ત્યારે એવું લાગે કે જાણે ધરતી ધ્રૂજતી હોય અને જ્યારે શણગારથી સજ્જ હોય ત્યારે તેની સુંદરતા અતિ વિશેષ લાગે છે.
જ્યારે તે રેસમાં ભાગ લે ત્યારે સૌ કોઈને પાછળ છોડી દે છે. માટે જ આ ગુજરાતની રાણી દેશની સુંદરતાની રાણી બની ગઈ છે. કોરોના પછી બે વર્ષ બાદ રાજસ્થાનમાં પુષ્કરના મેળાનું આયોજન થયું હતું જેમાં દેશભરમાંથી વિવિધ પશુઓ ભાગ લેતા હોય છે. આ એક માત્ર એવો મેળો છે જે અશ્વનો સૌથી મોટો મેળો ભરાય છે અને મારવાડી અશ્વના શો માટે જાણીતો છે. આ મેળામાં દેશના અશ્વ રાખતા લોકો ભાગ લેતા હોય છે.
જેમાં અમદાવાદના જાનું ગામના અશ્વ ધારકે પણ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં દેશભરના 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતી રાણીએ સુંદરતામાં તમામને પાછળ મૂકી દીધા હતા. રાણીએ પુષ્કરના મેળામાં બાજી મારતા ગામ લોકો તેનું ઢોલ નગારા સાથે માનભેર તેનું સ્વાગત કર્યું હતું.
રાણી દરરોજ દિવસનું 10 લીટર દૂધ પીવે છે અને ભલભલાને પાછળ મૂકી દે છે. તે ઘોડીની કિંમત એક સમયે 40 લાખ હતી પણ સુંદરતાની રાણી બન્યા પછી તેની કિંમત એક કરોડથી પણ વધુ થઈ ગઈ છે.