ઈડર હિંમતનગર હાઈવે રોડપર આવેલ લાલોડા ચાર રસ્તા પાસે અનઅધિકૃત દબાણો દૂર કરવા ૨૦૧૮ થી અરજદારને ધક્કે ચડાવ્યો.

Uncategorized

ઈડર હિંમતનગર હાઇવે રોડપર ઠેરઠેર દબાણોના રાફડા ફાટયા છે.જેના કારણે આમપ્રજા પિસાઈ રહી છે .ત્યારે ઈડરના લાલોડા ચાર રસ્તા પાસે UGVCL કચેરી આગળ લારી ગલ્લાઓ મૂકી અનઅધિકૃત દબાણ ઉભા કરવામાં આવેલ છે. લાલોડા અને આજુબાજુના ગામડાઓથી પસાર થતા વાહન ચાલકો ઇડર હિંમતનગર હાઇવે પર ઇડર શહેરમાં જવા માટે આ ચાર રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ UGVCL કચેરી આગળ અનઅધિકૃત લારી ગલ્લાઓના આડશને કારણે અકસ્માત થતા રહે છે. તેમજ ત્યાં આવેલી ઈંડા અને ચા નાસ્તાની લારીઓ પર નાસ્તો કરવા રોડ ઉભા રહેતા વાહન ચાલકો તથા થોડાક આગળ આવેલા CNG પંપ પર ગેસ ભરાવવા આવતા વાહન ચાલકોની રોડ ઉપર લાંબી હારમાળાને કારણે પણ અવારનવાર અકસ્માતો થતા રહે છે. જે અંગે ૨૦૧૮ થી અનઅધિકૃત દબાણો દુર કરવા માટે અરજદાર દ્વારા ઇડર પ્રાંત કલેકટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી R & B પંચાયત અને સ્ટેટ, મુખ્ય મંત્રી, UGVCL, નગર પાલિકા, પોલીસ સ્ટેશન, જીલ્લા કલેકટર, જવાનપુરા ગ્રામ પંચાયત, તાલુકા અને જીલ્લા સ્વાગત તથા PMO માં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી લાગતાવળગતા વિભાગો ધ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.જવાબદાર વિભાગો દ્વારા નામ પુરતો પત્ર-વ્યવહાર કરી દબાણ હટી ગયેલાનું જવાબ રજુ કરવામાં આવે છે. બેજવાબદાર અધિકારીઓ અને તંત્ર જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અરજદાર ધ્વારા વર્ષ ૨૦૧૮ થી આજ દિન સુધી તંત્રને રજૂઆત કરવા છતાં નઘરોળ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી UGVCL કચેરી આગળ મુકેલા લારી ગલ્લાઓનું અનઅધિકૃત દબાણ અને આત્માવલ્લભ હોસ્પિટલની બાજુમાં આવેલા CNG પંપના પર CNG ગેસ ભરાવવા આવતા વાહન ચાલકો ધ્વારા રોડ ઉપર પોતાનું વાહન ઉભું રાખી ઇડર હાઇવે પર અવર જવર કરતાં વાહન ચાલકોને અડચણરૂપ દબાણ સત્વરે દુર કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઇ શકે તેમ છે. લાગતા વળગતા વિભાગ ધ્વારા જલ્દમાં જલ્દ દબાણ દુર કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *