અમદાવાદ માં નીકળશે જગન્નાથજી ની રથયાત્રા , કર્ફ્યુ સહીત આ રહશે નિયમો

Latest News

મહાનગર અમદાવાદ માં રથયાત્રા કાઢવાની સરકારે આખરે મંજૂરી આપી દીધી છે. આ અંગે ગુરુવારે રાજ્ય ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ સ્પષ્ટતા પણ કરી છે. તેમને એવું કહ્યું કે , રથયાત્રા ના સમગ્ર રૂટ પર કર્ફ્યુ ના અમલ સાથે આ રથયાત્રા યોજાશે. કોઈને કોઈ પ્રકાર નો પ્રસાદ આપવામાં નહીં આવે. તમામ ભાવિકો ને ઓનલાઈન દર્શન કરવાના રહશે.
પશ્ચિમ અને પૂર્વ ને જોડતા તમામ બ્રિજ રથયાત્રા ના દિવસે યાત્રા સવારે નિકરી પરત નહુઈ આવે ત્યાં સુધી બન્ધ રહશે. આ સિવાય રથયાત્રા ના રૂટ પર રહેતા લોકો પોતાના ઘરે કોઈ મહેમાન ને બોલાવી નહીં શકે. સવાર ની મંગલ આરતી માં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહશે. આ રથયાત્રા માં માત્ર ૫ વાહન જ ઉપલબ્ધ રહશે.

તમામ ખલાસીઓ ઓને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહશે. જે નેગેટિવે હોવો અનિવાર્ય છે. જે ખલાસીઓ એ રસી ના બંને ડોઝ લીધા હશે તેમને પ્રાથમિકતા અપાશે. ભગવાન ના મોસાળ મંદિર સરસપુર ખાતે પણ વધારાનો પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો છે. હવે ભગવાન જગન્નાથ ની યાત્રા ને ચાર દિવસ બાકી છે. ત્યારે રથયાત્રા ને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. મંદિર, સરસપુર ના આસપાસ ના મુખ્ય રોડ, પોળ માં જતા રસ્તા તથા સરસપુર આવવના રસ્તા ઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો છે.


આ રથયાત્રા માં ૫૦ થી ૧૦૦ મીટર ના અંતરે PSI અને ૪ પોલીસકર્મી સુરક્ષા હેતુ ડ્યૂટી કરશે. પોલીસ ની સાથે CRPF ની ટીમ પણ રૂટ નું નિરીક્ષણ કરતી જોવા મળી હતી. અમદાવાદ સિટી ના દરેક પોલીસ સ્ટેશન માંથી ૫૦ થી ૭૦ પોલીસ કર્મચારી ને આ યાત્રા ના રૂટ પર મૂકી દેવા માં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *