આ ઉપાય તમારા વાળ ને લાંબા અને ભરાવદાર બનાવી દેશે

Health

દરેકની ઈચ્છા હોય છે કે એમના વાળ કારા અને ભરાવદાર હોય પરંતુ વાળ સુંદર રાખવા માટે તેની સાર સંભાર રાખવી બઉ જરૂરી છે. આજે અમે તમને બતાવીશું કારા, ભરાવદાર અને લાંબા વાળ માટે ઘરે જ બની શકે તેવા ઉપાય આ ઉપાય તમારા વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે.

૧. બટાકા:- વાળ ને ખરતા અટકાવવા માટે આ બઉ સરસ ઉપાય છે. આ ઉપાય કરવા માટે તમે બે – ત્રણ બટાકા નો રસ કાઢી લો વાળ ને ધોવાની ૧૫ મીનીટ પહેલા લગાવી લો. બટાકા માં વિટામિન-બી હોય છે જે વાળ ને લાંબા અને ભરાવદાર બનાવે છે.


૨. ચા:- મજબૂત વાળ માટે ચા ને થોડા ગરમ પાણી માં ઉકારી લો ત્યાર પછી આ પાણી ને ઠંડુ થવાદો અને પછી વાળ માં લગાવો. આ ઉપાય તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો. આ વાળ ને મજબૂત કરવામાં મદદ કરે છે.


૩. આમલા :- આમરાને વાળ માટે ખુબ જ લાભ કારક માનવામાં આવે છે. આમરામાં વિટામિન-સી ખુબ જ વધુ પ્રમાણમાં હોય છે તેથી આમરા ખાવાથી અથવા આમરાનો પાવડર અને લીંબુનો રસ મિક્ષ કરી વારમાં ૧૫ મિનિટ લગાવી રાખો અને પછી નોર્મલ પાણી થી ધોઈ લો આનાથી વાળ બઉ સોફ્ટ અને સુંદર થાય છે.


૪.:- ઓલિવ ઓઇલ:- પાતરા અને ખરતા વાળ ને અટકાવવા માટે તમે અઠવાડિયે એકાદ બે વાર ઓલિવ ઓઇલ થી વાળ માં માલિશ કરી શકો છો. ઓલિવ ઓઇલ ખરાબ થઈ ગયેલા વાળ ને મજબૂત બનાવે છે. અને આ ઓઇલ કન્ડિશનર નું પણ કામ કરે છે.


૫.ડુંગરી :- વાળ ને ખુબજ ઝડપ થી લાંબા કરવા માટે ડુંગરી મહત્વનું કામ કરે છે. આ માટે તમે બે ડુંગરીના રસ ને તમારા વાળ માં સારી રીતે લગાવી લો. વાળ માં ડુંગરી ના રસ ને ઓછા માં ઓછા ૩૦ મિનિટ સુધી રહેવાદો. અને ૩૦ મિનિટ પછી વાળ ને નોર્મલ પાણી અને શેમ્પૂ થી થોઈલો. આનાથી વાળ ઝડપ થી લાંબા થાય છે. ડુંગરીના રસ ને તમે અઠવાડિયામાં એક – બે વાર ઉપયોગ કરી શકો છો.

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેળ બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક અને નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટા ભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *