દોસ્તો આપણે લાકડાનો ઉપયોગ સદિયોકાર થી કરતા આવિયા છીએ લાકડા નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે જેવા કે માકનો ફર્નિચર અને સંગીત ના સાધનો બનાવા માટે થાય છે લાકડું ઘણી બધી જગ્યા એથી આસાનથી મલી જાય છે . દરેક લાકડા મા અલગ અલગ લક્ષણ જોવા મળે છે જેમ કે તેનો રંગ , ગંધ અને સ્વાદ વગેરે અલગ પડતું હોય છે લાકડા ના મુખ્યત્વે બે પ્રકાર હોય છે એક નરમ લાકડુ અને બિજુ સખ્ત લાકડુ.
તેની સખ્તાઇ અને ક્રમાંક માપવા માટે જનકા રેટિંગ સિસ્ટમ નામના સ્કેલ નો ઉપયોગ કરવામાં અવે છે લાકડું ધણી સહેલાઇ થી મળિ શકે છે પણ ઉચ્ચગુણવતા વાળું લાકડુ મળવું ખુબ જ મુશ્કેલ છે અત્યાર સુધિ તમે ચંદન નું લાકડું જ સૌથી મોંધુ લાકડું હશે તેમ માનતા હશો પણ ચંદન થી પણ વધારે મોંધુ લાકડું વિશ્વમા આવેલા છે અને ખરિદવા માટે અમિર લોકો ને પણ એક વાળ વિચાર કરવો પડે તેવા લાકડા નિ વાત કરવા જઇ રહયો છુ જે દુનિયા સૌથી મોંધુ લાકડું છે આફ્રિકન બ્લેકવુડ એ દુનિયા નું સૌથી મોંધુ લાકડું છે તેના એક કિલો લાકડા નિ કિમંત ૮00000 ( આઠ લાખ ) રૂપિયા છે આફ્રિકન બ્લેકવુડ એ સહેજ કાળુ અને પોતાના ગુણધર્મો ને લિધે આખિ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
તેના ઝાડ મધ્યમ દક્ષિણ આફ્રિકાના દેશો મા થાય છે તે સુકા જંગલો મા વધારે થાય છે આફ્રિકન બ્લેકવુડ ના ઝાડ ને તૈયાર થતા 10 વર્ષ નો સમય લાગે છે તેના ઊંચાઇ ૨૫ થી ૪૦ ફુટ હોય છે વિશ્વભર મા આફ્રિકન બ્લેકવુડ ની માંગ વધારે હોવાથી તેના અસ્તિત્વ પર જોખમ ઉભુ કર્યું છે કેન્યા અને તનજાનીયા જેવા દેશો મા તેનિ તસ્કરી ના કિસ્સા ઓ વધુ થાય છે આફ્રિકન બ્લેકવુડ નો ઉપયોગ સંગીત ના સાઘની ફર્નિચર વગેરે બનાવા માટે થાય છે આફ્રિકન બ્લેકવુડ મોંધુ લાકડુ અને તેનિ માંગ ને લીધે તેના ઝાડ મા દિવસે દિવસે ધટાડો થતો જાય છે