કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલું પંચમૂલી તળાવ જોખમી બની રહ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા નો મોટો પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે આ તળાવ માં મગર દેખાય છે. નૌકાવિહાર કરતા પ્રવાસીઓ માટે જોખમ ઉભું થતાં વન વિભાગ ના અધિકારીઓ ને મગર ખસેડવાની ફરજ પડી છે.
કેવડિયા સ્થિત આ સરોવર માં નૌકાવિહાર કરવામાં આવતો હોય છે. પંચમૂલી સરોવર ના સૌંદર્ય થી આ વિસ્તાર ખીલી ઉઠે છે. પરંતુ પાણી માં મગર નું સામ્રાજ્ય છે. વન વિભાગ ના અધિકારીઓ ના જણવ્યા મુજબ આ સરોવર માંથી ૧૯૪ જેટલા મગર કાઢી દેવા માં આવ્યા છે. તેમને બીજી જગ્યા એ સલામત રીતે શિફ્ટ કરી દેવા આવ્યા છે.
વન વિભાગ ના અધિકારીઓ એ અગાઉ સી-પ્લેન ના લેન્ડિંગ માટે કેવડિયા સ્થિત સરોવર માંથી મગર નું સામ્રાજ્ય સ્થળાંતર કર્યું હતું. મુસાફરો ની સુરક્ષા ને ધ્યાન ને લઇ ને પંચમૂલી થી મગરો દૂર કરાયા છે. ગયા વર્ષે અધિકારીઓ એ ૧૪૩ મગર ને શિફ્ટ કર્યા હતા. જે પૈકી ૫૧ મગર ને ગાંધીનગર તેમજ ગોધરા ના બે રેસ્ક્યુ સેંટર માં મોકલવામા આવ્યા હતા. આટલી મોટી સંખ્યા માં મોકલવામાં આવ્યા તેમ છતાં સરોવર માં હજી મોટા સંખ્યા માં મગર છે.
અધિકારીઓ ના જણવ્યા મુજબ ગયા વર્ષે બહાર કાઢવા માં આવેલા ૭૩ મગર ને સરદાર સરોવર માં છોડવા માં આવ્યા હતા. મગર ને પકડવા માટે સરોવર માં ૬૦ નેટ લગાવવામાં આવી છે.સરોવર ના જે ભાગ માં સી-પ્લેન લેન્ડિંગ થાય છે તે સુરક્ષિત છે.
પંચમૂલી સરોવર નૌકાવિહાર માટે ફેમસ સ્થળ બન્યું છે.મોટી માત્ર માં ભીડ હોય છે તેથી પ્રવાસીઓની સુરક્ષા હેતુસર સરોવર માંથી વધુ ૧૯૪ મગરો નું સ્થળાંતર કર્યું છે
