સચિવાલય માંથી હવે કોરોના ના ડર ઓછો થયો છે. વેકસીન થી સજ્જ થયેલા કર્મચારીઓ પહેલા ની જેમ ફરી પાછા કામે લાગ્યા છે. ડબલ માસ્ક પહેરી ને ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પહેલા ની જેમ કેન્ટિન માં નાસ્તો કરવા જાય છે. ૫૦% કર્મચારીઓ ની હાજરી નો આદેશ હોવાથી પોંખી હાજરી જોવા મળે છે.
રાજ્ય માં જેમ જેમ કોરોના ના કેસો ઘટતા જાય છે તેમ તંત્ર એ રાહત અનુભવી છે.વિભાગ માં કોઈપણ કામ લઇ ને આવેલા મુલાકાતી ને ઝડપ થી મુલાકાત મળતી નથી. એક સાથે પાંચ થી દસ મુલાકાતી આવે તો અધિકારીઓ માત્ર તેમના એક કે બે પ્રતિનિધિઓ ને મળવા માટે બોલાવી રહ્યા છે.
ઓફિસે ના મુખ્ય દરવાજા પર સેનિટાઇઝર ની સુવિધા રાખવામાં આવે છે. સોશ્યિલ ડિસ્ટંટીંગ નું પાલન કરવામાં આવે છે. સરકાર ની સલાહ મુજબ પ્રમાણે બેઠક બદલવામાં આવી છે. મુલાકતી પર પ્રતિબન્ધ છે.( માસ્ક સિવાય પ્રવેશ કરવો નહીં ) અર્જન્ટ કામ ન હોય તો મળવા ના આવવું . આવા પોસ્ટર લગાવામાં આવ્યા છે.
સચિવાલય માં મુલાકાતી ઉપરાંત ધારાસભ્યો પણ નિયંત્રિત જોવા મરી રહ્યું છે. અત્યારે ૪ થી ૫ ધારા સભ્યો આવી રહ્યા છે.
હજુ વિભાગીય મિટિંગ કરવા પર નિયંત્રિત હોવાથી મોટાભાગ ના કામ મોબાઈલ ફોન, વિડિઓ કોંફ્રન્સ અને સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી પુરા કરવામાં આવે છે.