સુંદર દેખાવું કોને પસંદ ના હોય ખાસ કરી ને છોકરી ઓ ચાહતી હોય છે કે તેઓ રોજ ફ્રેશ,તાજગીભરી અને ખુબસુરત દેખાય.એના માટે ઘણા પ્રકાર ના મેકઅપ ટિપ્સ અપનાવતી હોય છે પરંતુ ઘણી વખત આ મેકઅપ ટિપ્સ કુદરતી સુંદરતા ને ઓછી કરી દે છે.આજે અમે તમે કેટલાક ગરેલું નુક્શા બતાવવા જઈ રહ્યા છીએ જે તમને મેકઅપ વગર પણ કુદરતી સુંદરતા અને ખુબસુરતી દેખાશે.
૧. ખુબ પાણી પીવો ; હંમેશા સારા સ્વાસ્થ્ય અને હેલ્થી સ્કિન માટે ભરપૂર માત્ર માં પાણી પીવાની સલાહ આપવા માં આવતી હોય છે. પાણી શરીર માટે બહુ જરૂરી છે. બોડી ના દરેક ફંક્સન પાણી પર નિર્ભર રહેતા હોય છે. શરીર ને હાઈડ્રેટ રાખવા માટે આખા દિવસ માં ઓછા માં ઓછા આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ.આનાથી તમારી ત્વચા નિખરી,તાજી અને ફ્રેશ રહેશે અને ચહેરા ની કરચલી પણ દૂર થતી દેખાશે.
૨.ત્વચા નો ખ્યાલ રાખો ; જો મેકઅપ વગર તમે ખુબસુરત અને ચમકદાર ચહેરો રાખવા માંગતા હોવ તો ઓછામાં ઓછો ચહેરા ને દિવસ માં બે સાફ કરવાનો રાખો. જેનાથી ચહેરા પર જે ધૂર કે રજકણો જમ્યા હશે તે દૂર થઇ જશે અને આના કારણે થતી સમસ્યા ઓ થી પણ સૂટકારો મરતો હોય છે.
૩.લીંબુ પાણી પીવો ; સ્કિન ને ફ્રેશ અને ચમકદાર રાખવા માટે દરરોજ એક કપ હૂંફરા પાણી માં લીંબુ નો રસ મિલાવી ને સવાર ના સમય માં પીવો. આવું કરવાથી શરીર ના અંદર રહેલા ટોક્સિન્સ બાર નિકરી જાય છે જેનાથી બોડી પ્યોરિફાય થાય છે અને સ્કિન કુદરતી નિખાર કરે છે.
૪. ગ્રીન ટી ; ગ્રીન ટી શરીર ને સ્વાસ્થ્ય અને ખીલખીલાટ રાખવા માટે બહુ સારું માનવામાં આવે છે. ગ્રીન ટી બહુ સારા પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.એટલા માટે ચમકતી સ્કિન માટે દરરોજ ગ્રીન ટી નું સેવન કરો.
૫. તનાવ મુક્ત રહો ; તમારા ચહેરા પર હાસ્ય હોય તો એક અલગ જ ચમક દેખાતી હોય છે. મેકઅપ વગર સુંદર દેખાવા માટે પોતાને તણાવ મુક્ત રાખવાની કોશિશ કરો અને હસતા રહીશું તો શરીર ની અંદર બીજા રોગો પણ નહીં આવે. અને જો હા પૂરતી માત્રા માં ઊંગ લઈશુ ચહેરા ની ખુબસુરતી સાથે પોતાને હંમેશા ફ્રેશ રાખી શકીશુ .
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.