મિત્રો અમદાવાદમાં નીકરતી ભગવાન જગન્નાથની યાત્રા વિષે તો જાણતા હશો પણ રથ યાત્રા કેમ કાઢવામાં આવે છે તેની પાછળ શું મહત્વ રહેલું છે તે આપણે આજે જાણીશું. અમદાવાદના જમાલપુર માં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે આજે પણ તે મંદિર ની મુલાકાતે લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન જગન્નાથ દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે દર વર્ષે જગન્નાથ ની યાત્રા માં હજારો ભક્તો જોડાય છે અને હજારો કિલો પ્રસાદ વેચવામાં આવે છે. આ યાત્રા દરમિયાન અખાડા એક આકર્ષણનું કેન્દ્ર હોય છે જે દર વર્ષે અવનવા કરતબો બતાવીને રથ યાત્રા ની શોભા વધારે છે.
જમાલપુરમાં આવેલા આ મંદિરમાં ભાઈ બલરામ, બહેન શુભદ્રા અને જગન્નથના સ્વરૂપ માં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે આ મંદિરનો ઇતિહાસ ખુબજ રસપ્રદ છે આ રથ યાત્રા ની શરૂઆત અષાઢી બીજના કરવામાં આવે છે અને તેનો અંત અષાઢ સુદ દસમના દિવસે થાય છે શરૂઆત માં આ મંદિર એક નાના એવો આશ્રમ હતો દિવસે દિવસે મંદિર નો વિસ્તાર મોટો થતો ગયો અને લાખો ભક્તો આવ્યા માંડ્યા આમ મંદિર ને મોટું કરવા પાછળ ઘણા મહાન સંતોનો ફાળો છે. અમદાવાદ માં પહેલી રથયાત્રા સાલ ૧૮૭૮ માં કાઢવામાં આવી હતી તે સમયે મંદિર ના ગાદીપતિ હતા નર્સિંદાસજી મહારાજ તેમને રથયાત્રા નો પ્રસઁગ યોજવાનો નક્કી કર્યો અને તે રથયાત્રા માં આખા અમદાવાદ શહેર ને આવરી લેવામાં આવ્યું હતું યાત્રાનો વિશ્રામ સરસપુરમાં રાખવામાં આવ્યો હતો ત્યાર થી આજદિવસ સરસપુરમાં વિશ્રામ રાખવામાં આવે છે
એક દંતકથા અનુસાર એવું કહેવામાં આવે છે એક દિવસ ભગવાન શ્રીકૃણ ની બહેન શુભદ્રા ને શહેર જોવાની ઈચ્છા થઇ ત્યારે ભગવાન શ્રીકૃણ એ શુભદ્રાજી ને રથ માં બેસાડ્યા અને સાથે મોટા ભાઈ બાલારામ ને સાથે રાખી નગર યાત્રા કરી હતી તે પરંપરા આજ દિન સુધી ચાલુ છે
રથયાત્રા નું એક અલગ મહત્વ રહેલું છે તેને ચુસ્ત પોલીસ બન્દોબસ્ત સાથે કાઢવામાં આવે છે.આ દરમિયાન હિન્દૂ મુસ્લિમ નો ભાઈચારો પણ જોવા મળે છે. ભગવાન જગન્નાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે.