જાણો મહાકાળી માં નું ધામ પાવાગઢ નો ઇતિહાસ

History

મિત્રો, પાવાગઢ નું નામ સાંભરી ને મહાકાળી માં ની ભક્તિ માં ઉતરી જવાનું મન સૌ કોઈ નું થઇ જતું હશે. પાવાગઢ માતાજી ના નામે આખા વિશ્વ માં પ્રસિદ્ધ છે.આ પવિત્ર ધામ પંચમહાલ જિલ્લા ના હાલોલ થી ૧૫ થી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે. આ યાત્રા ધામ ૫૧ શક્તિપીઠો માં નું એક શક્તિપીઠ છે. પાવગઢ જેવા સ્થરે એકવાર અનેક વાર જવું જોઈએ.


હજારો વર્ષો પેહલા આ સ્થરે મહા ધરતીકંપ આવ્યો હતો. ત્યારે ફાટેલા જવારામુખી માંથી કારા પથ્થરો નિકરી આવ્યા હતા અને ડુંગર બન્યો લોકો નું એવું કહેવું છે કે આ પર્વત જેટલો બહાર દેખાય તેટલો જ જમીન ની અંદર પણ છે. પા જેટલો જ ભાગ બહાર જ દેખાય છે તેટલે જ તો તેનું નામ પાવાગઢ પડ્યું છે. ગણા વર્ષો પહેલા માં શ્રી વિશ્વામિત્ર વાસ કરતા હતા. આ જગ્યા ઉપર સખ્ત તપશ્ર્યા કરીને બ્રહ્મશ્રી નું પદ પ્રાપ્ત કર્યું હતું.શિખર ના ટોચ પર માં કાલિકા માતા ની સ્થાપના કરી હતી .આ મંદિર દરિયાના સપાટી થી 2730 ફૂટ ઊંચાઈ એ આવેલ છે.


આ યાત્રા-ધામ તલેટી,માચી અને મા કાલી માતા નું મંદિર એમ ત્રણ ભાગ માં વહેંચાયેલ છે. અહીં ફેલાયેલ પ્રાકૃતિક સ્થર ને પ્રવાસી ઓ મન ભરી ને આનંદ માને છે અને આ પર્વત પુરાતન કાલથી જ ખુબ મહત્વ ધરાવે છે. નવરાત્રી દિવસો માં પાવાગઢ નો ખુબ જ મહિમા છે. આ મંદિર રાજ્ય ના મહત્વ ધરાવતા મંદિર માં નું આ એક મંદિર છે. આ સ્થર ની મહત્વ ની વાત એ છે કે દક્ષિણ તરફ બેસેલા મહાકારી માં ની મૂર્તિ છે તેનું તાંત્રિક પૂજા માં ખુબ મહત્વ છે. આ જગ્યા ઘણા ધાર્મિક અને ઐતિહાસિક રહસ્યો જોડાયેલા છે જે આ જગ્યા વધુ ખાસ બનાવે છે. તેમાં થી થોડી વાતો ભગવાન રામ ના પુત્ર-કુશ સાથે જોડાયેલી છે તો થોડી વિશ્વમિત્ર સાથે જોડાયેલી છે.આ સ્થર હિન્દૂ નો ની જોડે જોડે મુસ્લિમ માટે પણ ખાસ છે કારણ કે ત્યાં મુસ્લિમ નું પણ પવિત્ર સ્થર છે જ્યાં આદનસા પીર ની દરગાહ છે.આ માટે જ આ જગ્યા હિન્દૂ જોડે મુસ્લિમ માટે ખાસ છે.


એવું માનવામાં આવે છે કે આ મંદિર અયોધ્યા ના રાજા ભગવાન શ્રીરામ ના સમય નું છે. માનવામાં આવે છે કે ગણા ઋષિ ઓ સિવાય લવ કુશ એ પણ અહીં મોક્ષ ની પ્રાપ્તિ કરી હતી. અહીં વહેતી નદી નું નામ પણ વિશ્વામિત્ર ઋષિ ના નામ પરથી વિશ્વામિત્રી પડ્યું હતું. અહીં પ્રાચીન નગર ચાંપાનેર પણ આવેલું છે કહેવાય છે કે વનરાજ ચાવડા એ આ નગર વસાવેલું .ચાંપાનેરે વર્લ્ડ હેરીટેગે માં પણ સ્થાન મેરવ્યુ છે.
અહીં આવેલા ભક્તો ચાલીને માં ના ચરણો માં શીશ નમાવતા હોય છે. પણ જેને ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેના માટે રોપ વે ની પણ ખુબ સરસ સુવિધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *