આજકાલ દરેક લોકો પોતાના શરીર ની ખુબ ચિંતા કરતા હોય છે. એમાં પણ પેટની ચરબી થી લોકો ખુબ જ પરેશાન છે.કારણ કે અત્યારે મોટા ભાગના કામો બેઠારૂં ને આરામદાયક થઇ ગયા છે.કામો આરામદાયક થયા એ સારું કેવાય પણ ચરબી વધે એ સારું ના કેવાય. તો ચાલો જાણીએ પેટની ચરબી કેવી રીતે ઓછી કરવી.
અજમો/લીંબુ ; સૌ પ્રથમ એક ચમચી સાફ કરેલો અજમો લેવો તેને એક વાટકી માં પલાડી આખી રાત રેવા દેવો.પછી તેને સવારે ગરની થી ગરી ને બીજી વાટકી માં કાઢી લેવું તેમાં એક બે ચમચી લીંબુ નો રસ ઉમેરવો. પછી મિક્સ કરી પી લેવું. સવારે વહેલા ખાલી પેટે પીવું વધુ હિતાવત રહેશે અને આ રસ પીધા પછી ૪૦ થી ૪૫ મિનિટ સુધી પાણી પીવું ન જોયીયે. અજમા નું સેવન કરવાથી પાચન તંત્ર સારું રહે છે.

મધ/લીંબુ ; દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવસેકા પાણી માં ૨ ચમચી મધ અને લીંબુ રસ મિલાવીને પીવાથી પેટ અને કમર વધેલી ચરબી ની સાથે સાથે આખા શરીર નો મોટાપો ઓછો કરી શકાય છે.
પૂરતા પ્રમાણ માં ઊંગ લો ; શરીર ની ચરબી ઓછી કરવા માટે પૂરતા પ્રમાણ માં ઊંગ લેવી ખુબ જ જરૂરી છે. ઓછા માં ઓછી સાત થી આઠ કલાક ઊંગ લેવી જોઈએ. જરૂરિયાત થી વધારે કે ઓછી ઊંગ લેવી એ મોટાપા નું મહત્વ નું પરીબર છે. ભરપૂર ઊંગ લેવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને ખાધેલા ખોરાક ને સારી રીતે પચાવે છે.

બદામ ; બદામ નું સેવન કરવાથી વજન તો ઓછું થશે જોડે જોડે મગજ પણ તેજ થશે. દરરોજ રાત્રે ૪ થી ૫ બદામ પલાળી ને મૂકી દેવી સવારે તેને ફોલી ને સેવન કરવાથી તેમાં રહેલા ઓમેગા ૩ પેટની ચરબી ઓછી કરવા માં મદદરૂપ થશે.
ફુદીનો અને લીલા ધાણા; ફુદીનો અને ધાણા પત્તો ને સરખા માત્ર માં મિલાવી ને તેની ચટણી બનાવીને તૈયાર કરી લેવી અને રોજ થોડા સમય સુધી તેનો ઉપયોગ કરવો. તમે આનો દિવસ માં એક કે વધુ વાર પણ ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ માં આ ઘરેલુ ઉપાય ને સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.