ચોટીલા વારી માં દૂર થી જ ડુંગર પર લખેલો શબ્દ “માં” જાણે કે બધાને માં ના હોવાનો અહેસાસ કરાવે છે.ગુજરાત ના સુરેન્દ્વનગર જિલ્લા માં આવેલી માંડવ ની ટેકરીઓ પર સૌથી ઊંચો શિખર ચોટીલા ડુંગર પર બિરાજ માન એવા માં ચામુંડા.
જય માં ચામુંડા બોલતા જ સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિનો અનોખો અહેસાસ થાય છે.ચોટીલા ડુંગર એ જ્વાળામુખી પ્રસપોરન્ટ થી બનેલો ડુંગર છે. આ ડુંગર પર માં ચામુંડાનું પ્રાચીન મંદિર આવેલું છે.
આ વિસ્તારમાં ચંડ અને મૂંડ નામ ના બે રાક્ષક નો બહુ જ ત્રાસ હતો જે દેવી દેવતાઓ અને આજુબાજુ ના લોકો ને હેરાન કરતા હતા. જેના કારણે દેવી દેવતા ઓ એ આવા ભયંકર રક્ષકો ના નામ થી છુટકારો મળે તે માટે માતા પાર્વતી ને પ્રાર્થના કરી માતા પાર્વતી એ આ બને રક્ષકો નો વધ કરવા માટે બે રૂપ ધારણ કર્યા અને આ બને રક્ષકો નો વિનાશ કર્યો માટે જ ચંડ અને મૂંડ ના વિનાશ કરવાથી માં ચંડી ચામુંડા કહેવામાં આવે છે.
માતા એ બે રૂપ ધારણ કર્યા હોવાના કારણે માતા ની પ્રતિમા દ્વિમુખી એટલે કે બે મુખ વાળી જોવા મળે છે.
ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરના બદલે એક નાનો ઓરડો હતો તે સમયે ડુંગર પર ચડવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માં ચામુંડા ના દર્શન કરવા આવતા હતા આશરે ૧૫૫ વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગિરિહરી બાપુ ડુંગર પર માં ચામુંડા માતાની સેવા કરતા હતા અને મંદિર ના વિકાસ ના કર્યો કરતા હતા.
અને લગભગ ૬૩૫ પગથિયા ચડી ને ભક્તો પોંચે છે માં ના દર્શન કરવા ત્યાં બિરાજેલા છે માં ચામુંડા, માં ની સામે માથું ઝુકાવતાં એવું લાગે કે માં આદ્યશક્તિ અહીંયા જ બિરાજમાન હોય એવું લાગે છે. માતા ચામુંડા કહેવાય છે સપ્ત માતા ઓ માંથી એક માનવ માં આવે છે. માતા ચામુંડાને ૬૪ જોગણીઓ અને ૮૧ તાંત્રિક દેવીઓ માં મુખ્ય ગણના થાય છે. જે કોઈ ભક અહીં આવે છે માં ચામુંડા ના આશીર્વાદ જરૂરથી મળે છે.