કોરોના વાયરસ સંક્રમણ થી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. હેલ્થ એક્સપર્ટસ ના જણાવ્યા મુજબ ડબલ માસ્ક વાયરસ વિરુદ્ધ વધારે સુરક્ષા આપે છે. ડેન્ટિસ્ટ માસ્ક પહેરવા સાથે ઓરલ હાઇજિનનું પણ ખુબ ધ્યાન રાખવા કહે છે. એક્સપર્ટસ મુજબ થોડી અમથી બેદરકારી તમારા દાંતોને ખરાબ કરી શકે છે. ચેન્નાઇ ના ડો.એ.રામચંદ્રન , ડાયાબિટીસ હોસ્પિટલ ના ડિરેક્ટર અને સલાહકાર પેરિયોડેન્ટિસ્ટ વિનિતા રામચંદ્રને ધ હિન્દૂ અખબાર ને જણાવ્યું કે ક્યારેક લોબા સમય કે પછી ડબલ માસ્ક પહેરવાથી મોઢું સુકાવા લાગે છે અને ડીહાઈ – – ડ્રેસશન થવા લાગે છે.
ડો. વિનિતા એ કહ્યું કે લોકો પોતાના મોઢા થી શ્વાસ લે છે, માસ્ક પહેરવાથી શ્વાસ લેવાની ગતિ થોડી મન્દ થઇ જાય છે. તેના કારણે મોઢું સુકાવા લાગે છે. માસ્ક પહેર્યા બાદ લોકો પાણી પીવાનું ભળી જાય છે. તેના કારણે મોઢા માં નાના – નાના બેકટેરિયા ઉત્પન્ન થાય છે. જેથી મોમાં થી દુર્ગન્ધ આવવા લાગે છે. મદ્રાસ ડેન્ટલ કોલેજ ના પ્રિન્સિપાલ જી. વિમલા એ કહ્યું કે શ્વાસ ની દુર્ગન્ધા ત્યારે આવે છે જયારે લોકો લાંબા સમય સુધી મોઢું બંધ રાખે છે ને પોતાની લાડ ગળવાની ભૂલી જાય છે. તેની સંભાવના જે લોકો ICU માં સૌથી વધારે રહે છે.
ડો. વિમલા કહે છે કે માસ્ક પહેરવાના કારણે મોઢાની દુર્ગન્ધ ,દાંત કે જબડા ની ગંભીર બીમારી થઇ શકે છે. તેના પર અત્યરે વધુ સ્ટડી ની જરૂર છે.
માસ્ક ના કારણે લોકો માં બ્રશ કરવાની ટેવ પણ બહુ ઓછી થઇ ગઈ છે. જેના કારણે મોઢામોથી દુર્ગન્ધ આવવના કેસ વધી ગયા છે. સંશોધનકર્તા ઓનું કહેવું છે કે ઓરલ હાઇજીન નો ખ્યાલ ન રાખવાથી દાંત પડવા, જબડા માં સોજો આવવો અને પિરિયોડેન્ટલ ઇન્ફેકશન નું જોખમ વધી જાય છે. માસ્ક પહેરવા સાથે ઓરલ હાઇજીન નું ધ્યાન રાખવું જરૂરી છે. તે માટે બધા એ પાણી સમયસર પાણી પીવું જોઈએ અને મોઢું સાફ રાખવું જોઈએ. જો તમે કાપડ ના માસ્ક નો ઉપયોગ કરો છો તો તેને રોજ ધોવું જોઈએ.