પાનકાર્ડ ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૧ સુધી લંબાવા માં આવી છે. IT રીટર્ન ભરવા માટે બંને લિંક હોવું જરૂરી છે , નહીંતર તમારી પરેશાની વધી જશે અને તમારું પાનકાર્ડ રદ થઇ જશે. બંધ થઇ ગયેલ પાનકાર્ડ ને શરુ કરવા માટે ૧૦૦૦ રૂપિયા દંડ છે. ભારત સરકાર એ પાનકાર્ડ માટે ઘણા વખત તારીખો બદલેલ છે. કોરોના ની બીજી લહેર ના કારણે તારીખ વધારી ને ૩૦ જૂન કરી છે.
જો હજુ સુધી તમે પાનકાર્ડ ને આધાર સાથે લિંક નથી કર્યું તો આ પગલાં લો તો દંડ થી બચી શકો છો.

૧. સૌથી પહેલા income ટેક્સ ની વેબસાઇટે incometaxindiaefilling .gov .in પર જવાનું રહશે
૨.અહીં ડાબી તરફ આધાર લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે.
૩.ત્યાર બાદ નવું પેજ ખુલશે , જેની સૌથી ઉપર લાલ કલર માં લખ્યું છે CLICK HERE
૪. જો લિંક ના કર્યું હોય તો click here ની નીચે આપવામાં આવેલ capture code નાખવાનું રહશે.
૫. ત્યાર બાદ LINK AADHAR પર ક્લિક કરવાનું રહશે. આ સાથે જ લિંકિંગ નું કામ પૂર્ણ થઇ જશે. ૬. અને છેલ્લે 567678 અથવા 56161 પર SMS કરી ને લિંક ની સ્ટેટ્સ ની સંપૂર્ણ જાણકારી મેળવી શકશો.
જો તમે આટલું કરેલું હસે તો તમને IT રિટર્ન ભરવામાં તકલીફ નહીં પડે.