દેશ માં કોરોના ની મહામારી વચ્ચે મોંઘવારી પણ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં સતત વધારો થઇ રહ્યો છે. હાલ પેટ્રોલ નો ભાવ ૯૬.૭૨ રૂ. છે. એક સમયે પેટ્રોલ ૭૦ થી ૭૫ રૂ.ના લીટર મળતું હતું. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં વધારો થતા અન્ય વસ્તુ ના ભાવ માં પણ વધારો થયો છે. પેટ્રોલ ના ભાવ આસમાને પહોંચ્યા લોકો હવે ઇલેકટ્રીક કાર અને બાઈક તરફ વળ્યાં છે. સુરત માં પણ હવે ઈ-કાર અને ઈ-બાઈક નો ક્રેઝ વધ્યો છે.

માહિતી અનુસાર સુરત માં છેલ્લા ૧૦ દિવસ ના સમય માં ૧૦૦ જેટલી કાર નું બુકીંગ થયું છે. રાજ્ય સરકાર દ્વારા ૨૨ જૂન ના રોજ ઇલેકટ્રીક વિહિકલ પોલિસી જાહેર કરવા માં આવી છે. આ પોલિસી અંતર્ગાન્ત સરકાર દ્વારા ઇલેકટ્રીક વાહનો ખરીદનાર લોકો ને સબસીડી આપવામાં આવે છે. સરકાર દ્વારા ઈ-બાઈક ની ખરીદી પર ૨૦ હજાર ની સબસીડી આપવામાં આવે છે. થ્રી વ્હીલર ની ખરીદી પર ૫૦ હજાર ની સબસીડી આપવામાં આવી રહી છે. ફોર વ્હીલર ને ૧.૫૦ સબસીડી આપવા માં આવી રહી છે. આ તમામ વાહનો નું નોંધણી મફત કરવામાં આવશે.
ઇલેક્ટરી વાહન ને લઇ ને રાજ્ય સરકાર પોલિસી જાહેર કર્યા બાદ લોકો ની રુચિ ઇલેકટ્રીક સાધન ની ખરીદી માં વધી છે. હાલ લોમો જે બુકીંગ કરાવે છે તે ઘરે ચાર્જિંગ ઘરે કરી શકાય છે.
મહત્વ ની એ વાત છે કે ઘરે ૬ થી ૮ કલાક માં કરી શકાય છે. સુરત માં અલગ અલગ જગ્યા એ ચાર્જિંગ માટે ત્રણ સર્વિસ સ્ટેશન બનાવવા માં આવ્યા છે. આ સબસીડી થી લોકો ને ફાયદો થઇ રહ્યો છે એટલા માટે જ ઈ-કર તરફ વળ્યાં છે.