જો તમને સંભારવામાં વાર લાગે, કોઈ સોય મારતું હોય, અને હાથ પગ માં ખાલડી ચડતી હોય જો આ બધું થતું હોય તો સમજવું કે તમને વિટામિન બી-૧૨ તમારા શરીરમાં ઓછું છે.
શરીરમાં અચાનક નબળાઈ આવી જાય, માસપેશીઓમાં નબળાઈ લાગે અને તેના કારણે માથાનો દુખાવો, એકલાપણાનો અહેસાસ થાય આ બધું થાય તો સમજવું કે આપણા શરીરમાં બી-૧૨ ઓછું છે.
જીભમાં ચંદા પડે, જીભમાં ચીકણાપણું, અને સોજો આવે તો સમજવું કે વિટામિન બી-૧૨ જો આ બધા લક્ષણો તમારા શરીરમાં દેખાય તો સમજવું કે બી-૧૨ ઓછું છે.
નોર્મલ કરતા વધારે ઠંડી લાગે, લોહીના પ્રમાણમાં ઘટાડો થાય કારણકે રક્ત કોશિકાઓને પ્રયાપ્ત પ્રમાણમાં ઓકસીજન મરતો નથી. તેથી હાથ પગ માં ઠંડક નો અહેસાસ થાય છે. અને હાથ પગ ના તળિયા પણ ઠંડા થઇ જાય છે.
ભ્રમ, સ્મૃતિ, નબળાઈ, ચક્કર, આવવા આ બધી સમસ્યાઓ બી-૧૨ ની કમીના કારણે થાય છે. વિટામિન બી-૧૨ જરૂરિયાત મુજબ લેવું જરૂરી છે.
દૂધ, સુકામેવા, તાજું ભોજન, કઠોર, લીલા શાકભાજી, દહીં, આ બધું ખાવાથી વિટામિન બી-૧૨ મળી શકે છે. બહાનું ખાવાનું ઓછું કરવું તીખું, તળેલું, મેંદાવારું, બ્રેડ, બટર, જામ, આ બધા બહારના ખોરાક ખાવાના ઓછા કરવા જોઈએ. ઠંડાપીણા, આઈસક્રીમ, ચોકલેટ, આ બધું પણ ઓછું કરવું જોઈએ.
અમુક લોકો વિટામિન બી-૧૨ ની ટેબલેટ્સ લેતા હોય છે. જો વધારે વિટામિન બી-૧૨ લેશો તો માથાનો દુખાવો, બેચેની, ઉલ્ટી, આ બધું થાય છે. આથી તમારે જરૂર પ્રમાણે જ વિટામિન બી-૧૨ લેવું જોઈએ.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.