સ્ત્રીઓ નો સૌથી વધુ સમય કિચન માં પસાર થાય છે. તો આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસ્ખા વિષે બતાવીશું જે તમારો સમય પણ ઓછો બગડશે અને તમારી ખરાબ થયેલી ત્વચા ને પણ ખુબસુરત બનાવવામાં મદદ કરશે.
૧. ગ્લિસરીન, લીંબુ અને ગુલાબજળ:- ગ્લિસરીન, લીંબુ અને ગુલાબજળ આ બધી વસ્તુ ને મિક્ષ કરી એક પેક બનાવી ચહેરા પર લગાવીદો અને ૧૦ મિનિટ સુધી મસાજ કરો અને થોડી વાર રહેવાદો પછી ઠંડા પાણી થી ચહેરાને સાફ કરી દે. ગરમીમાં ચહેરાને ફ્રેશ અને ઠંડુ રાખવામાં માટે આ ખુબજ સરસ ઉપાય છે.
૨. ટામેટા:- ગરમીમાં ચહેરાને ખુબસુરત અને ફ્રેશ રાખવા માટે ટામેટાના રસ નો આઈસ ક્યુબ બનાવી તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ગરમીમાં સ્કિન ખરાબ થઇ ગઈ હોય તો સ્કિન માં સુધારો થાય છે. અને ચમકદાર બને છે.
૩. કેળા ની પેસ્ટ:- ગરમીમાં ડ્રાય સ્કિન માટે તમે બે કેળા ની છાલ ઉતારી તેની પેસ્ટ બનાવી ચહેરા પર થોડા સમય સુધી લગાવી રાખો અને પછી ચહેરાને સાફ કરી દો આનાથી ચહેરા પર કરચલી પડતી નથી અને ચહેરો પણ ચમકદાર બને છે.
૪. આઈસ ક્યુબ:- ગરમીમાં ગમોરીયા નો પ્રોબ્લમ હોય તો પાવડર લાગવાની જગ્યા એ તમે બરફ લાગવાથી રાહત રહે છે. નાહવાના પાણી માં તમે લીંબુ નો રસ ઉમેરી નાહવાથી આખો દિવસ ફ્રેશ અને તાજગી ભર્યો મહેસુસ થાય છે.
૫. ગુલાબજળ અને તરબૂચ:- ગુલાબજળ અને તરબૂચ ના રસ ને મિક્ષ કરી ચહેરા પર ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી લગાવી રાખો અને પછી ર્નોમલ પાણી થી ચહેરાને સાફ કરો આનાથી ગરમીમાં બ્લૅક સ્કિન થી બચાવી શકાય છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.