ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના માહિતી અનુસાર, એલન હેલ્ફગોટ નામના ૧૧ વર્ષના છોકરાને એક વર્ષમાં 3 વખત કોરોના થયો છે. ઈઝરાયેલમાંથી એક અત્યંત દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૧૧ વર્ષના છોકરાને કોરોના વાયરસના ત્રણ અલગ-અલગ પ્રકારો, આલ્ફા, ડેલ્ટા અને હવે ઓમિક્રોનથી ચેપ લાગ્યો છે.
આ મામલાને લઈને ઈઝરાયેલની ન્યૂઝ ચેનલ 12 ન્યૂઝ સાથે વાત કરતા હેલ્ફગોટે કહ્યું કે હવે તે ઠીક છે અને ખૂબ જ સ્વસ્થ અનુભવે છે. તે પહેલા પણ બે વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. ભૂતકાળના અનુભવની તુલનામાં, હેલ્ફગોટ કહે છે કે તેણે પહેલા ખૂબ જ ગંભીર લક્ષણોનો અનુભવ કર્યો છે, પરંતુ આ વખતે નહીં.
મધ્ય ઇઝરાયેલના શહેર કાફ્ર સબાહમાં રહેતા એલન હેલ્ફગોટ ગયા અઠવાડિયે જ ઓમિક્રોન પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ફેક્શનની પુષ્ટિ થયા બાદ તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેણે કહ્યું કે અગાઉ જ્યારે તે કોરોનાના આલ્ફા વેરિઅન્ટથી સંક્રમિત થયો હતો, તે દરમિયાન તેને ખૂબ જ તાવ આવ્યો હતો પરંતુ આ વખતે તેને ઓમિક્રોન આવ્યો છે અને તેના લક્ષણો ખૂબ જ નબળા છે. આ જ કારણ છે કે તે પહેલા કરતા વધુ સારું અનુભવી રહ્યો છે.