આજના વર્તમાન સમયમાં આપણે એવા ઘણા લોકો જોઈએ છીએ જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે, આજે આપણે એવા જ એક યુવક વિશે વાત કરીશું, આ યુવકે લીધો એવો સંકલ્પ, જાણીને લોકોને પરસેવો છૂટી જશે, આ યુવકનું નામ છે દીપક ગુર્જર . દીપક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો.
દીપકે ભારતના બાર જ્યોતિર્લિંગની મુલાકાત લેવાનું નક્કી કર્યું, દીપકે કાર કે બાઇકથી નહીં પણ પગપાળા યાત્રા કરવાનું નક્કી કર્યું, આ યુવકે પોતાનો નિર્ણય પૂરો કરવા તેર હજાર કિલોમીટર ચાલીને જવું પડ્યું. આજકાલ લોકો એક કિલોમીટર ચાલ્યા પછી પણ પરસેવો પાડે છે.
તેર હજાર કિલોમીટર ચાલવું બધા લોકોના હાથમાં નથી, ભારત દેશ અખંડ રહે અને દેશમાં કોઈ મોટી આફત ન આવે તે માટે દીપકે આ યાત્રા શરૂ કરી, દીપકે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પગપાળા જવાનું નક્કી કર્યું, હવે દીપક રાજકોટ પહોંચ્યો અને હવે તેઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે.
અત્યાર સુધી દીપકભાઈએ પગપાળા 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, દીપકે બદ્રીનાથ, કેદારનાથ, ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરની મુલાકાત લીધી હતી અને હવે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવાના હતા, તેથી આજે દેશભરમાં દીપકના વખાણ થઈ રહ્યા હતા, આજે તેમની ભક્તિને સૌ કોઈ વંદન કરી રહ્યા હતા. જુવાનીયો.