મા પોતાના બાળકો માટે ઈશ્વર સમાન હોય છે તે તેમના બાળકોના જન્મથી લઈને લાલન પાલન સુધી તેમની ખુશી અને જરૂરત ની ધ્યાન રાખે છે. તમે કોઈ દિવસ એવી મા વિશે સાંભળ્યું છે કે જે માતા-પિતા વગર ના બાળકો માટે રસ્તામાં ભીખ માંગતી હોય. તે મહિલા એક બે નહીં પરંતુ ૧૪૦૦ બાળકોની માતા બની ચૂકી છે.
બીજા લોકોની મદદ માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર આ મહિલાનું નામ છે સિંધુતાઈ. સિંધુતાઈ ની મહારાષ્ટ્રના મધર ટેરેસા તરીકે ઓળખવામાં આવે છે. તેમને તેમની આખી જિંદગી અનાથ બાળકો સેવા પાછળ પૂરી કરી છે. સિંધુતાઈ ભલે 1400 બાળકના માતા બન્યા હોય, પણ તેમના માટે એટલું આસાન ન હતું. તેના માટે તેમની જીવનમાં મોટા મોટા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. જાણો કેવી હતી તેમના જીવનની સંઘર્ષમય કહાની.
સિંધુતાઈ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના રહેવાસી છે. તેમનું બાળપણ વર્ધા મા વીત્યું હતું. માત્ર ૯ વર્ષની ઉંમરે તેમના માતા-પિતાની તેમના લગ્ન કરાવી દીધા હતા. તેઓ આગળ ભણવા માટે આવતા હતા પણ તેમની સાસરીવાળા લોકોએ તેમનું આ સપનું પૂરું થવા ન દીધું. એક સમય એવો આવ્યો કે તેઓ જ્યારે પ્રેગનેટ હતા ત્યારે તેમને સાસરી વાળાએ ઘરમાંથી કાઢી મૂક્યા એટલું જ નહીં પરંતુ તેમના પિયર વાળા લોકોએ પણ તમને રાખવાની ના પાડી દીધી.
તેમને જીવનમાં ઘણી ઠોકરો ખાધી. ગર્ભાવસ્થાના આ કઠિન સમયમાં એક બાળકીને જન્મ આપ્યો. તે પછી તેમને તેમની બાળકી માટે રેલવે સ્ટેશન પર ભીખ માગી. તે સમયે તેમની જિંદગીનો એવો હતો કે તેમના મનમાં હજારો બાળકીઓના માતા બનવાનો ભાવ જાગી ગયો.
એક સમય એવો આવ્યો કે સિંધુતાઈ તેમની બાળકી ને મંદિરમાં છોડી આવ્યા પછી રેલવે સ્ટેશન પર તેમને એક બાળક મળી આવ્યું તેને તેમને દત્તક લીધું. તેમના મનમાં વિચાર આવ્યો કે અનાથ બાળકોની જવાબદારી તેમની ઉઠાવવી જોઈએ. તેઓ અનાથ બાળકોના જમવા માટેની વ્યવસ્થા કરવા માંડ્યા. હજારો બાળકો ના ભરણપોષણ માટે તેઓ રેલવે સ્ટેશન પર ભીખ માંગતા અને તેમનું પેટ ભરતા હતા.
તેમના આ કામ માટે તેમને 700થી વધુ એવોર્ડ મળી ચૂક્યા છે. તેમને મળેલા સન્માન માં જે આવક થઈ છીએ તેને તેમને તે બાળકો પાછળ ખર્ચી નાખી છે. તેમને ડી વાય ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ પુણે એ તેમને ડોક્ટરની ઉપલબ્ધિ આપી છે. તેઓના જીવન ઉપર એક મરાઠી ફિલ્મ પણ બની છે. તેનું નામ છે સિંધુતાઈ સપકલ જે 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ૫૪ માં લન્ડન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી.