હાલ દીકરીઓની લગ્નની વય મર્યાદા 18 વર્ષની છે અને પુરુષોની વય મર્યાદા ૨૧ વર્ષની છે. જે દીકરીઓની હાલમાં લગ્નની વય મર્યાદા છે તે વધારીને 21 વર્ષ કરવા માટે પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો. હરિયાણામાં લાડુ પંચાયતના એક માધ્યમ દ્વારા તેનું ઝુંબેશ ચાલી રહી છે. જેને એક નામ આપવામાં આવ્યું છે “સેલ્ફી વીથ ડોટર”
રક્ષાબંધનના તહેવાર પર ત્યાંની બહેનોએ ભાઈને રાખડી બાંધીને વચન લેવડાવ્યુ છે કે તેમના લગ્ન 21 વર્ષની ઉંમર પછી જ કરવામાં આવે. ગામની દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેટર લખીને કહ્યું છે કે આદરણીય પીએમ મોદીજી મારી ઉંમર 18 વર્ષ છે, પરિવારજનો મુરતિયો શોધી રહ્યા છે તમે લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ કરી દો જેનાથી અમે વધુ બની શકીએ અને સફર બની શકીએ.
દીકરીઓનું કહેવું છે કે લગ્ન માટેની ઉંમર 21 વર્ષની કરવામાં આવે તો અમે અમારા ઉચ્ચ અભ્યાસમાં ધ્યાન આપી શકીએ. અને અમે અમારું કરિયર ઉજ્વળ બનાવી શકીએ જેથી આવનારી પેઢીને કોઈ તકલીફ ન પડે.
તમે પણ જોયું હશે કે નાની ઉંમરમાં લગ્ન કરવાથી દીકરીઓને અમુકવાર હેલ્થ નો પણ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. દીકરી અને લગ્નની વય મર્યાદા વધારવામાં આવે તો તેઓ સારું ભણી ને પોતાના પગભર થઈ શકે.