રાજ્યમાં ધારાસભ્યો કે સાંસદો સામે પોલીસ ફરિયાદો થઇ હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા હોય છે અને આ જ કારણોસર ભાજપ ના બે સાંસદો સભ્યપદ જોખમ માં મુકાઈ શકે છે. આ બે સાસંદ માં આનંદ ના મિતેષ પટેલ અને જૂનાગઢ ના સાસંદ રાજેશ ચુડાસમા નો સમાવેશ થાય છે. આ બન્ને સાંસદો સામે નોંધાયેલી ફરિયાદો ગુનેગાર સાબિત થઇ જશે તો તેમનું સભ્યપદનું પદ રદ થઇ શકે છે.
માહિતી અનુસાર, ભાજપના સાંસદ મિતેશ પટેલ સામે IPCની કલમ 463 હેઠળ ઘર પર વિસ્ફોટક પદાર્થ નાંખીને હુમલો કરવા બાબતેનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, IPCની કલમ 332 હેઠળ પ્રજાના સેવક પર હુમલો કરીને તેની ફરજમાં રૂકાવટ કરવા બાબતનો ગુનો પણ નોંધાયો છે. આ ઉપરાંત, IPCની કલમ 380 મુજબ ઘરમાં ચોરી કરવા બાબતેનો ગુનો નોંધાયો છે અને IPCની કલમ 147 અને 148 મુજબ રાયોટિંગના ગુનો નોંધાયો છે.
આ ઉપરાંત, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે IPCની કલમ 354 હેઠળ મહિલાઓ પર ઘાતકી હુમલો કરવાનો ગુનો નોંધાયો છે. IPC કલમ 403 મુજબ ભ્રષ્ટાચાર આચરીને આવક કરતા વધારે સંપત્તિ હોવાનો ગુનો નોંધાયો છે. તો સાથે જ IPCની કલમ 114 હેઠળ ગુનામાં મદદગારી કરવાનો ગુનો પણ તેમની સામે નોંધાયો છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાતની 182 સીટો પરના ધારાસભ્યો પૈકી અનેક સામે ગુનાઓ નોંધાય ચુક્યા છે અને કેટલાક ધારાસભ્યના ઇતિહાસ ગુનાહિત છે છતાં પણ તેમાંથી એક પણ ધારાસભ્ય સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ કોર્ટમાં ચાર્જફ્રેમ થઇ નથી. પરંતુ ભાજપના સાંસદ મિતેશ પટેલ અને રાજેશ ચુડાસમા સામે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 8-1, 8-2 અથવા તો 8-3 હેઠળ ચાર્જફ્રેમ થયા છે અને જો આ ગુનો સાબિત થાય છે તો તેમનું સંસદસભ્ય પદ પણ રદ્દ થઈ શકે છે.
મહત્ત્વની વાત છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા વખતો વખત તેના ચુકાદામાં બધા કેસો ઝડપથી એક વર્ષમાં ટ્રાયલમાં ચલાવીને નિવેડો લાવવાથી માંડીને આ સંસદ સભ્યોને ફરી ટિકિટ નહીં આપવાના હુકમ સહિત કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ રાજકીય પાર્ટીને દંડ પણ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા આવા સાંસદો સામે ઝડપથી પગલાં લેવા માટે કોર્ટને રજૂઆત પણ કરવામાં આવી છે.