આ આશ્રમ જૂનાગઢના ગીરના જંગલ માં આવેલો છે. તમારે કાશ્મીરી બાપુના આશ્રમે જવા માટે તમારે ગિરનારની તળેટીમાં એટલે કે ભવનાથમાં થી ગિરનારના પગથિયાં ચડવાની શરૂવાત થાય છે ત્યાં બાજુ માં એક રસ્તો છે ત્યાં થઇ ને જવાય છે કાશ્મીરી બાપુના આશ્રમમાં.
કાશ્મીરી બાપુ એક એવા સંત છે કે જેમની ઉમર કોઈને ખબર નથી અમુક લોકો ૨૦૦ વર્ષ કે છે તો અમુક લોકો ૩૦૦ વર્ષ કે છે. કાશ્મીરી બાપુ વર્ષો થી અહીં સેવા આપે છે. ભવનાથ તળેટી થી કાશ્મીરી બાપુ નો આશ્રમ લગભગ 2km નું અંતર છે. ત્યાં જવા માટે નો જે રસ્તો છે છે જંગલ જેવો છે. ત્યાં જંગલની મજા લેતા લેતા બાપુ ના આશ્રમ માં જવાય છે.
ગીરના જંગલ માં થઈને કાશ્મીરી બાપુના આશ્રમે જવામાટે ત્યાંનો રસ્તો જોઈને સાધનો જઈ શકે તેમ લાગતું નથી ટૂ વિલર્સ લઈને જાઓ તો પણ સાવચેતી થી જવું પડે છે કારણકે ત્યાંનો રસ્તો નાનો અને કાચો છે. મોટા ભાગના લોકો ચાલીને જવાનું પસંદ કરે છે. ભવનાથ તળેટીથી બાપુનો આશ્રમ 1km જેટલો દૂર છે. ત્યાં કાચો રસ્તો છે જતા વચ્ચે નાના નાના ઝરણાં પણ આવે છે. બાપુના આશ્રમમાં ગુજરાતીઓ એકલા નથી આવતા અહીં દૂર દૂર થી પણ લોકો દર્શન માટે આવતા હોય છે.
કાશ્મીરી બાપુના આશ્રમ જતા જ શરૂઆતમાં ખોડિયાર માતાજી નું મંદિર આવે છે. આશ્રમની અંદર આવતા જ તમને થશે કે તમે એકદમ શાંત જગ્યા એ આવી ગયા છો ત્યાં એકદમ શાંત વાતાવરણ હોય છે. કાશ્મીરી બાપુ જે મહાન સંત જે વર્ષો થી અહીં સેવા અને ભક્તિ કરે છે. તેમના ચહેરા પર નું તેજ જોતા કોઈને લાગે નઈ કે આ વ્યેક્તિની ઉમર ૨૦૦, ૩૦૦ વર્ષ હશે.
અહીં જે ભક્ત દર્શન માટે આવે છે તે લોકો માટે જમવાનું ૨૪ કલાક માટે ચાલુ હોય છે. તમે દિવસના કોઈ પણ સમયે ત્યાં જસો તો તમને જમવાનું મળી રહે છે. અને અહીં જમવાની સુવિધા એક દમ ફ્રી માં હોય છે. જે કોઈ બાપુ ના દર્શન માટે જાય છે તે લોકો એ જરૂરથી પ્રસાદી લઈને આવવું જોઈએ. અહીં લખો લોકો બાપુના દર્શન માટે આવે છે.