એફસીઆઈ ના ઘઉં તથા ચોખા ના કટ્ટા નં 60 કિં.રૂ 40.550/- તથા મો. નંગ-3 કી. રૂ 15000/- તથા પિકપ ડાલુ 3.00.000/- સાથે 3.55.550 મુદ્દામાલ ઝડપાયો
આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશતરૂણ દુગ્ગલ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ ને રોકવા પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના કરતા એલસીબી ના એચ. પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર આર. જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અધિકારીઓ ની સુચના કરતા
હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અર્જુનસિંહ, ઓખાભાઈ, પો.કોન્સ પ્રકાશચંદ્ર, તથા પ્રકાશભાઈ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન થરાદ તાલુકાના કળશ લવાણા ગામ પાસે એક શંકાસ્પદ પીકપડાલુ GJ.09.AV.9679 ને ઉભું રખાવી ને ચેક કરતા આ પિકઅપ ડાલા ના પાછળના ભાગે ઘઉં તથા ચોખાના કટ્ટા ભરેલ હતા.
તે બાબતે અંદર બેઠેલા વ્યક્તિ ઓને પૂછતા સંતોષકારક જવાબ ના આપતા અને ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા ઘઉં તથા ચોખા ના કટ્ટા નંગ 60 / – કિ. રૂ.40550/-મોબાઈલ નંગ 3 કિ.રૂ. 15000/- તથા પિકઅપ ડાલા રજી.ન.GJ.09.AV.9679 કિ. રૂ.300000/- મળી કુલ કિ.રૂ. 3,55,550/-નો મુદ્દામાલ મળી આવતાં સદરે પીક અપ ડાલા ચાલક અમીરભાઈ સાદીકભાઈ જુનેજા રહે ખારાખોડા તા.થરાદ તથા હિરેનભાઈ લહેરચંદ શાહ રહે ચોટપા તા થરાદ તથા અમીરભાઈ મિસરીખાન જુનેજા રહે ખારાખોડા તા થરાદ વાળાઓ વિરુદ્ધ CRPC 41(1) D,102 મુજબ કાયદેસરનો ગુન્હો નોંધી થરાદ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે અને ત્રણે ઇસમોને જેલમાં ધકેલવામાં આવ્યા છે