દિલ્હીના IGI એરપોર્ટ પર સોનાની તસ્કરીનો એક અનોખો મામલો સામે આવ્યો છે. દિલ્હીના કસ્ટમ વિભાગના અધિકારીઓએ મોઢામાં રૂ.૪૫ લાખની કિંમતનું સોનું લઈને આવતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કેસમાં કસ્ટમે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓ પોતાના મોઢામાં સોનું છુપાવીને લાવી રહ્યા હતા. દિલ્હી કસ્ટમ ઝોનમાંથી જાણવા મળ્યું છે કે, આ કેસ તા.૨૮ ઓગસ્ટનો છે.
દુબઈથી ગ્રીન ચેનલમાં આવી રહેલા ઉઝ્બેકિસ્તાનના બે નાગરિકો દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પકડાયા છે. જેની તપાસ કરતા એના મોઢામાંથી ૯૫૧ ગ્રામ સોનું મળી આવ્યું છે. આ સાથે એક ચેઈન પણ જપ્ત કરી લેવામાં આવી છે. આ ભેજાબાજે પોતાના દાંતની ઉપર સોનું ચડાવ્યું હતું. જ્યારે એક સોનાની ચેઈન મોઢામાં છુપાવી રાખી હતી. ત્યાર બાદ સોનું જપ્ત કરીને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સોનાની દાણચોરીનો દિલ્હીમાં આ કોઈ પહેલો કેસ નથી. આ પહેલા પણ યુવતીઓ પોતાના અંડરવેરમાં સોનું લાવતી ઝડપાઈ ચૂકી છે. આ પહેલા એક મહિલા સહિત સુડાનના ત્રણ નાગરિકોની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ દિલ્હી એરપોર્ટના કસ્ટમ વિભાગે દુબઈથી આવેલા બે વ્યક્તિ પાસેથી ૫૬૦ ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી છ
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણકારી મળી હતી કે, બિહારના દરભંગાનો રહેવાસી મોહમ્મદ ઉમર અલી અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી ધર્મેન્દ્ર રાજભર દિલ્હી એરપોર્ટ પર આવી રહ્યા છે.
બંને શર્ટના કોલરમાં ગોલ્ડ પેસ્ટ છુપાવીના આવી રહ્યા હતા. એવામાં દિલ્હી એરપોર્ટ પર પરથી બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. એમના સામાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પણ બંનેના વ્યવહાર શંકાસ્પદ જોવા મળ્યા હતા. ત્યાર બાદ બંનેની તપાસ કરતા કોલરમાંથી ભૂરા રંગની પેસ્ટ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એક શખ્સ ગોલ્ડની ડિલેવરી લેવા માટે આવ્યો હતો. અધિકારીઓએ ચોક્કસ વૉચ ગોઠવીને એરપોર્ટના ચાર નંબરના ગેટ પાસેથી બંનેની ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાથી દિલ્હીમાં સોનાની પેસ્ટ બનાવીને દાણચોરી કરવાના કેસ વધ્યા છે. મેટલ ડિટેકટર અને એક્સ રેમાં ગોલ્ડ પેસ્ટ સરળતાથી સ્કેન થતી નથી. તેથી ભેજાબાજોએ આવો પેંતરો માર્યો હતો.ગોલ્ડને અન્ય અશુદ્ધિ સાથે મિક્સ કરીને પીગાળી દેવામાં આવે છે. જેથી તસ્કરીમાં પકડાવાનું જોખમ ઓછું રહે છે. ચોરી થયા બાદ પેસ્ટને પાઉડરમાં ફેરવી દેવાય છે.