ગુજરાત સરકારે જણાવ્યું કે , ગુજરાત રાજ્ય ની સ્થાપના થયા બાદ ૬૦ વર્ષ ના ઇતિહાસ માં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલમ્પિક રમતોમાં ભારત દેશ નું પ્રતિનિધિત્વ કરવાના છે. તારીખ ૨૩મી જુલાઈ થી ટોક્યો ખાતે યોજાનારી ઓલમ્પિક ગેમ્સ ૨૦૨૧ માં ગુજરાત ની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.
સી.એમ વિજય રૂપાણી એ રાજ્ય ની નારીશક્તિ સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિદ્ધિ ને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની ૬ દીકરીઓને પ્રત્યેક ને રૂ.૧૦ લાખ ની સહાય મળશે (૧) માના પટેલ સ્વિમિંગ માં (૨) એલવેનિલા વલારીવાન શૂટિંગ માં (૩) અંકિત રૈના ટેનિસ માં (૪) પારુલ પરમાર પેરા બેડમિન્ટન અને (૫) સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલે ટેનિસ માં અન્ય દેશ અન્ય ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
મુખ્યમંત્રીએ આ છ પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓ દરેકને રૂ. 10 લાખની નાણાકીય સહાય આપવા સાથે આગામી ટોક્યો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
આ વર્ષે તારીખ ૨૩મી જુલાઈ થી તારીખ ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક માં તારીખ ૨૪ઓગસ્ટ થી તારીખ ૫ સપ્ટેમ્બર સુધી જાપાન ના ટોક્યો માં યોજાવાની છે. આ છ પ્રતિભાશાળી મહિલા ઓને ૧૦ લાખ ની નાણાકીય સહાય આપવામાં આવશે.