હિન્દૂ ધર્મ માં પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. પવિત્ર એવો શ્રાવણ માસ સોમવાર થી શરુ થઇ ગયો છે અને એની સાથે શિવ મંદિરોમાં શિવજી ભક્તોની ભીડ પણ ઉમટી પડેલી જોવા મળી છે. તેવા માં રાજસ્થાન ના પાલીમાં શ્રાવણ ના મહિના માં શિવ ભકતો ની ભીડ શિવજી ની આરાધના માં લિન છે. ભગવાન શિવ ની કૃપા મેળવવા માટે ભક્ત ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અલગ – અલગ કામ કરતા હોય છે. રાજસ્થાન ના પ્રસિદ્ધ પરશુરામ મહાદેવ માં પણ ભગવાન શિવ ની કૃપા મેળવવા માટે શ્રદ્ધાળુ ઓ માન્યતાઓ પ્રમાણે પૂજા કરે છે. શ્રદ્ધાળુ માટે અહીં રોજ સાત હજાર માટી ના શિવલિંગ બનાવવા માં આવે છે.
ભગવાન શિવની કૃપા અને પોતાની મનોકામનાની પૂર્તિ માટે ભક્ત રોજ આચાર્યોની દેખરેખમાં પૂજા-અર્ચના પછી આ શિવલિંગોને પરશુરામ મહાદેવ કુંડમાં વિસર્જિત કરે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્ત્વ પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શ્રાવણમાં માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે. શિવપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી સમસ્યાઓનું નિદાન થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. પુનમિયા આચાર્ય હર્ષદ દવે ગુડા બાલોતરા દિનેશ પંડ્યાની સાથે અનેક પંડિતો રોજના 7 હજાર માટીના શિવલિંગ બનાવે છે.
તેને બનાવવા માટે તળાવ અથવા નદીની માટી લેવામાં આવે છે. જેમાં ગોળ, માખણ, દૂધ મિક્સ કરીને 3 ઈંચના શિવલિંગ બનાવવામાં આવે છે. પછી ફૂલો અને ચંદનથી તેને નવડાવવામાં આવે છે. આ શિવલિંગ બનાવતી વખતે શિવ મંત્રોનો જાપ કરવામાં આવે છે. દિનેશ પંડ્યા આ અંગે વાત કહતા કહે છે કે, પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને આ શિવલિંગ બનાવવામાં આવે છે. પાર્થિવ શિવલિંગનું નિર્માણ માટી, ગોળ, માખણ અને દૂધ મિક્સ કરીને કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા છે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે પછી તે પુરુષ હોય કે મહિલા. શિવપુરાણમાં લખ્યું છે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી બધા દુખોને દૂર કરીને બધી મનોકામના પૂર્ણ થાય છે. આ પાર્થિવ શિવલિંગની સમક્ષ સતત શિવ મંત્રોનો જાપ ચાલુ રહે છે. રોહથી પીડિત લોકો પણ આમંત્રનો જાપ કરે છે. રોજ અલગ અલગ આકારમાં શિવલિંગની મદદથી અલગ ડિઝાઈન બનાવવામાં આવે છે.