સામાન્ય રીતે વ્યક્તિ ના જડબા માં ૩૨ દાંત હોય છે. પણ આ એક એવો કિસ્સો જાણી ને નવાઈ લાગશે કે એક એવા યુવક ની વાત કરવાના છીએ કે જેના જડબા માં ૩૨ નહીં પણ તેની સાથે અન્ય ૮૨ દાંત હતા. જયારે યુવક ડોક્ટર પાસે સારવાર કરાવવા ગયો ત્યારે આ વાત ની જાણ મળી. ડોકટર પણ આ યુવક ના જડબા ના ૮૨ દાંત જોઈને ચકિત થઇ ગયા હતા. બીજી મહત્વ ની એ વાત એ કે યુવક ના જડબામાં રહેલા અન્ય દાંત સામાન્ય દાંત કરતા અલગ હતા. યુવક ની ઉંમર સાથે વધી રહી રહ્યા હતા. યુવકે તેની આ બીમારી ને લઈને અનેક મોટા શહેરો માં સારવાર માટે ગયો પણ તેની સારવાર કોઈ ડોક્ટર ન કરી શક્યા અને અંતે પટનાની ઇન્દિરા ગાંધી આયુ સાયન્સ સંસ્થા ના મેગીઝલોફેસિયલ યુનિટે યુવક ના જડબા માં ફેલાયેલા આ ટ્યુમર ની સારવાર કરી હતી.
આ વ્યક્તિ બિહાર ના આરા જિલ્લા ના રહેવાસી છે. આમની ઉંમર ૧૭ વર્ષ ની છે. તેને જડબા માં થયેલા ટ્યુમર ની સારવાર કરાવવા માટે દિલ્હી થી લઈને અનેક મોટા ડોક્ટરો નો સંપર્ક કર્યો પણ કોઈ ડોક્ટર તેની બીમારી જાણી ન શક્યા. ડોક્ટર ના જણવ્યા મુજબ દેશ માં અત્યાર સુધી આવો કોઈ કેસ આવ્યો નથી. લોકો પણ આ વ્યક્તિ ના આ ભાગ ને જોઈ ને ડરી જતા હતા. જયારે ડોક્ટરો દ્વારા આ વ્યક્તિ ની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેના જડબા માં એક ટ્યુમર છે અને આ ટ્યુમર ની યોગ્ય સમયે સારવાર ના થવાના કારણે તે અત્યંત ગંભીર બન્યું છે. આ ટ્યુમર ને કોમ્પ્લેક્સ ઔડોન્ટમ કહેવામાં આવે છે. હાલ તો ડોક્ટર ઓ ની ટીમ દવારા તેનું ઓપરેશન કરી ટ્યુમર દૂર કરવામાં આવ્યું છે. આ ઓપરેશન ૩ કલાક ચાલ્યું હતું.
તેમને એવું પણ જણાવ્યું કે , જડબા માં ભરાયેલા દાંત સામાન્ય દાંત ની જેમ વધી રહ્યા હતા. જેથી તેની મુશ્કેલી પડતી હતી . નીતીશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે એની ટૂંક સમય માં રાજા આપવા માં આવશે. આ ટ્યુમર ને તપાસ માટે પણ મોકલવામા આવ્યા છે. જેથી આપણે ને જાણવા મળે કે આ દાંત કેવા છે.
