સાણદ ની શાળાઓમાં RO – PLANT ના નામે કૌભાંડ, અઢી લાખના ખર્ચે પ્લાસ્ટિક ના બેરલ મુકાયા

Latest News

સરકાર દ્વારા ગુજરાત ને ભષ્ટચાર મુક્ત રાજ્ય કહેવામાં આવે છે. પણ અવસર નવાર કોઈ ને કૌભાંડ ના કિસ્સાઓ સામે આવે છે. તો ક્યારેક રસ્તો બનાવવાની બાબત માં કૌભાંડ સામે આવે છે ક્યારેક કેનાલ ની સેફ્ટીવૉલ બનાવવા ના કૌભાંડ માં સામે આવે છે. કયારે વસ્તુ ની ખરીદી ને લઇ ને કૌભાંડ બહાર આવે છે. ત્યારે અમદાવાદ ના સાણદ ની શાળાઓમાં RO પ્લાન્ટ મુકવાના નામે લખો રૂપિયા ના કૌભાંડ બહાર આવ્યું છે. શાળા માં ૨ લાખ કરતા વધારે રૂપિયા ના ફિલ્ટર પ્લાન્ટ મંજુર કરાવી ને માત્ર પ્લાસ્ટિક ના બેરલ મુકવામાં આવ્યા ના કિસ્સા સામે આવ્યા છે.


માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાઓમાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સાણંદ તાલુકા પંચાયત દ્વારા શાળાઓની અંદર નેચરલ ગ્રેવિટી પ્યોરીફીકેશન પ્લાન્ટ અને તેની સાથે પાણીની ટાંકી મૂકવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ કામ મંજૂરી થયા બાદ શાળામાં નેચરલ ગ્રેવિટી પ્યોરીફીકેશન પ્લાન્ટ મૂકવાના નામ પર મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. કારણ કે, આ કામ નેચરલ ગ્રેવિટી પ્યોરીફીકેશન પ્લાન્ટ અને પાણીની ટાંકી મૂકવાનું કામ હતું. પણ શાળાઓમાં પ્લાન્ટની જગ્યા પર પ્લાસ્ટિકનું બેરલ મૂકી દેવામાં આવ્યું છે.


સાણંદ તાલુકામાં આવેલા ગોધાવીની પ્રાથમિક શાળામાં નેચરલ ગ્રેવિટી પ્યોરીફીકેશન પ્લાન્ટના નામ પર બે મહિના પહેલા એક બેરલ મૂકી દેવામાં આવ્યું છે. આ બેરલ મેટલનું નહીં પણ પ્લાસ્ટિકનું છે. જે સામાન્ય રીતે બજારમાં 3000થી 3500 રૂપિયામાં સરળતાથી મળી જાય. આ બેરલમાં અલગ-અલગ જગ્યાઓ પર પ્લાસ્ટિકની પાઈપલાઈન પણ મૂકવામાં આવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ પ્લાન્ટ માટે અઢી લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.


શાળાના શિક્ષકના કહેવા અનુસાર પણ આ બેરલ બે મહિના પહેલા મૂકવામાં આવ્યું છે. એટલે આ કિસ્સા પરથી સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે, સાણંદ તાલુકાની શાળાઓમાં નેચરલ ગ્રેવિટી પ્યોરીફીકેશન પ્લાન્ટના નામ પર મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ કૌભાંડ અંદાજીત 1 કરોડ કે તે તેથી વધુની રકમનું હોઈ શકે છે. કારણ કે, સાણંદની 42 શાળાઓમાં નેચરલ ગ્રેવિટી પ્યોરીફીકેશન પ્લાન્ટ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ બાબતે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *