દરેક માણસ પોતાની બુદ્ધિ અને મહેનત થી ધારે તે કરીશકે છે અને પોતાના કાર્ય માં સફળ થઇ ને બતાવે છે તેવું જ એક કામ કિન્નર જોયા લોગો એ કરી બતાવ્યું છે તે ભારત ની સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ફોટો જર્નાલિસ્ટ છે એવો જાણીયે જોયા લોગો ના જીવનના સંઘર્ષ વિષે.
જોયા પોતાની ગરીબીના કારણે પાંચમા ધોરણ સુધીજ ભણી શકી છે જોયા ૧૮ વર્ષ ની હતી ત્યારે મુંબઈ આવી હતી અને ત્યારે તે સમાજ અન્ય લોકો જોડે ભીખ માંગીને પોતાનું જીવન ગુજરાતી હતી ત્યારે તેને નક્કી કરી લીધું કે તે સમાજમાં પોતાની ઓળખ બનાવવી છે તેટલા માટે તેને ભીખ માંગીને પૈસા ભેગાં કરવાનું ચાલુ કરી લીધું અને તે પૈસા માંથી તેને એક જૂનો કેમેરો ખરીદ્યો અને પોતાનું સપનું પૂરું કરવા માટે ફોટોગ્રાફી ચાલુ કરી લીધી.
ત્યરબાદ જોયા ને એક કામ ની ઓફર કરવામાં આવી અને તેને તે કામ કરવાની હા પડી દીધી તેને એ કામ એટલું સુંદરતાથી કર્યું કે તેની બધી જગ્યાએ પ્રશંશા થવા લાગી તે સમય થી તેનું આખું જીવન બદલાઈ ગયું.
તે એક દિવસ એક એવોર્ડ ફન્કશન માં જાય છે ત્યો તે એક શ્રીનાથ સિંહ ને મળે છે જે ત્યો આગળ એક સ્થાનિક અખબાર ચલાવે છે તેમને જોયા ને પોતાનું સપનું પૂરું કરવાની એક તક આપી તેમને જોયાને પોતાના અખબાર માં ફોટો જર્નાલિસ્ટ તરીકે નોકરી આપે છે જયારે તેને ફોટો જર્નાલિસ્ટ નું કામ ચાલુ કર્યું ત્યારે એપ્રિલ ૨૦૨૦ મુંબઈ ના બાંદ્રા માં સ્થળાંતર કરાયેલા મજૂરોના વિરિદ્ધ ના ફોટો શૂટ કરે છે તે વખતે તેની લોક પ્રિયતા વધે છે.
જોયા ના તે ફોટા મુંબઈ મિરર લોકમત જેવા ફેમસ અખબારો વગેરે લીધા જોયા ના કહેવા અનુસાર એવું કોઈ કામ નથી જે આ કાળા માથાનો માનવી ન કરીશકે જોયા એ એવું કરી બતાવ્યું જે લોકો વિચારી પણ નથી શકતા જોયા આજે સમાજ માં એક ઉદાહરણ તરીકે ઉભી છે જોયા સ્વભિમાન સાથે પોતાની જિંદગી જીવે છે અને ઘણા લોકો ને પ્રેરણા આપે છે.
