રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં એકટ્રેસ શર્લિન ચોપરા ની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. કોઈને કોઈ વિવાદ માં રહેલી શર્લિને રાજ પર મોટા આરોપ લાગયા છે. મહારાષ્ટ સાયબર પોલીસ ને આપેલા એક નિવેદન માં કહ્યું કે રાજે હોટશોટ માટે શૂટ કરવા માટે અપ્રોચ કર્યો હતો. પણ મેં ના પડી દીધી હતી. રાજ કુન્દ્રા એ મને કહ્યું કે એની એપ્લિકેશન હોટશોટ માટે કન્ટેન્ટ બનાવે , પણ મેં ઇન્કાર કર્યો કારણ કે એપ્લિકેશન નું કન્ટેન્ટ હલકું અને ડાઉન માર્કેટ લાગ્યું.
શર્લિને ઉમેર્યું હતું કે, માર્ચ ૨૦૧૯ માં રાજ કુંદ્રાએ એના મેનેજર મારફતે ધ શર્લિન ચોપરા એપના આઈડિયા અંતર્ગત એપ્રોચ કર્યો હતો. આ માટે એવું કહ્યું હતું કે, જે કન્ટેન્ટ તે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે એ ફ્રી છે. એક એપ્લિકેશનની મદદથી તે એને મોનિટાઈઝ્ડ પણ કરી શકે છે. વર્ષ ૨૦૧૯ માં આર્મ પ્રાઈમ સાથે એક કરાર કર્યો હતો. જેનો સ્થાપક રાજ કુંદ્રા હતો. પણ આર્મપ્રાઈમ સાથે કરારને રીન્યુ કર્યો ન હતો. કારણ કે, હું 50-50 રેવન્યુ મોડલ સાથે સહમત ન હતી. કરાર પૂરો થતા તેણે એપ્લિકેશનમાંથી કન્ટેન્ટ ડીલીટ કરવા પણ કહ્યું હતું. પણ એ કન્ટેન્ટ હજુ પણ ઈન્ટરનેટ પર પ્રાપ્ય છે.
કરાર દરમિયાન શર્લિને એપ્લિકેશન માટે કેટલાક વીડિયો પણ બનાવ્યા હતા. ચોકલેટ વીડિયો નામના વીડિયો અંગે પોલીસે પૂછપરછ કરી હતી. શર્લિને જણાવ્યું કે, એ સમયે આર્મ પ્રાઈમના ક્રિએટિવ હેડ સાથે નાની – મોટી રકઝક થઈ હતી. આ વ્યક્તિ રાજ હોવાનું મનાય રહ્યું છે. ચોકલેટ વીડિયો પૂર્વ અંધેરીની એક હોટેલમાં શુટ કરવામાં આવ્યો હતો. શર્લિને સ્પષ્ટતા કરી કે, ક્રિએટિવ હેડે મને કહ્યું કે, હું સંકોચ છોડીને હોલિવુડની મોડેલની જેમ ઓપન થઈ જાવ.
ઘણી વખત કેન્ટેન્ટ ક્રિએશન તથા એક્ઝિક્યુશન માટે ક્રિએટિવ હેડ સાથે માથાકુટ પણ થઈ હતી. રાજ સાથે ૧૨ મહિનાથી જોડાયેલી હતી એ દરમિયાન કોઈ કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. એટલા માટે એવું લાગ્યું કે, આવા કન્ટેન્ટ બનાવવા માટે કોઈ કાયદાકીય મુશ્કેલી નથી. ગત વર્ષે પણ ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ ઓનલાઈન પ્રસારિત કરવા સામે ફરિયાદ થઈ હતી. ત્યારે પણ નિવેદન લેવાયું હતું. જ્યારે આર્મ પ્રાઈમે કહ્યું કે, રાજ કુંદ્રાની ધરપકડ અને આર્મપ્રાઈમ સાથએ જોડાયેલા કેટલાક ફેક્ટને રેકોર્ડમાં રાખવા માટે આપેલું નિવેદન છે.
ડિસેમ્બર ૨૦૧૯ માં જ રાજે ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. આ કંપની સાથે રાજની કોઈ ભાગીદારી નથી. શર્લિન ચોપડા એ દાવો કર્યો કે, બે વર્ષ પહેલા રાજ અચાનક ઘરે આવ્યો હતો. સેક્સ્યુઅલ મિસકંડક્ટ કર્યું. કુંદ્રાએ મારી સાથે જબરદસ્તી કરી હતી. કિલા કોર્ટે બુધવારે રાજની જામીન અરજી ફગાવી દીધી હતી. આ ઉપરાંત રાજે કિસ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.