હાલમાં ગુજરાત રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થવાને કારણે વરસાદે વિરામ લીધો છે. જેના લીધે રાજ્યમાં ચારથી પાંચ દિવસ સુધી વરાપ જોવા મળશે.જોકે આ સમય ગાળા દરમિયાન કોઇક સ્થળે છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હાલમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી અને વરસાદના નવા રાઉન્ડ ની વાત
કરવામાં આવે તો આગામી 2 અને 3 તારીખે રાજ્યના કોઈ સ્થળે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે 5 તારીખ પછી બંગાળ ની ખાડીમાંથી આવતી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદીમાં ઓલ ફરી શરૂ થશે અને 7 થી 14 ની વચ્ચે બંગાળની ખાડીમાંથી બે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની છે. જ્યારે બીજી સિસ્ટમ 11 તારીખે આસપાસ
બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે એટલે કે આ સિસ્ટમના ભાગરૂપે 11,12,13 અને 14 તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદ પડી શકે છે.ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે 70% સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે અને તેના પહેલા જ
રાજ્યના અનેક જળાશયો અને નદીઓ અને કુવામાં વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે અને જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતા 56% થી પણ વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં જુલાઈ મહિના એ વરસાદનો રેકોર્ડ તોડ્યો છે ને 50 વર્ષમાં પ્રથમ વખતે આ વખતે જુલાઈ મહિનામાં સૌથી વધારે 24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે
જેમાં કચ્છમાં સરેરાશ 117 ટકા જેટલો વરસાદ વરસ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં 82% અને સૌરાષ્ટ્રમાં 62% જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 57 ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને મળતી માહિતી મુજબ રાજ્યમાં સરેરાશ 70% જેટલો વરસાદ નોંધાયો છે.આપને જણાવી દઈએ કે 86 તાલુકાઓમાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે