બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી નો પતિ રાજ કુન્દ્રા પોરનોગ્રાફી કેસ માં જેલ માં છે. એવામાં શિલ્પા ની સામે પણ અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. કેટલીક અફવાઓ પણ શિલ્પા વિશે પણ ઉડી રહી છે.શિલ્પા શેટ્ટી એ પોતાની પર લાગેલા આરોપો અને ટ્રોલિંગ લઈને એક નિવેદન જહેત કર્યું છે. એમાં તેને બધા ને સંદેશ આપ્યો કે પોતે અત્યારે ચૂપ છે અને આગળ ચૂપ જ રહશે. સમય ની સાથે સાથે બધા ની સામે સત્ય બહાર આવી જશે. શિલ્પાએ એક લાંબો મેસેજ લખ્યો છે એમાં કહ્યું છે કે, હા છેલ્લાં કેટલાંક દિવસો બધી રીતે મુશ્કેલી ભર્યા રહ્યા. અનેક અફવાઓ અને આરોપો અમારા પર લગાવવામાં આવી રહ્યા છે. મીડિયા અને મારા શુભચિંતકોએ મારા વિશે અનેક વાતો કહી. માત્ર મને નહી, પણ મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.શિલ્પાએ લખ્યુ કે મારુ સ્ટેન્ડ એ છે કે મેં અત્યાર સુધી કશું કહ્યું નથી અને આ બાબતે આગળ પણ ચુપ જ રહીશ, તો મારા નામ પર ખોટી વાતો ન બનાવો. શિલ્પાએ લખ્યું કે એક સેલિબ્રિટી હોવાને નાતે મારી ફિલોસોફી છે કે કયારેય ફરિયાદ ન કરવી કે સફાઇ ન આપવી. બસ હું આ જ કરી રહી છું. મને મુંબઇ પોલીસ અને ભારતના ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. એક પરિવાર તરીકે અમે કાયદાકીય મદદ લઇ રહ્યા છે. પરતું ત્યાં સુધી મારી બધાને વિનંતી છે , ખાસ કરીને એક માતા તરીકે વિનંતી કરુ છે કે, અમારા બાળકોને માટે અમારા પરિવારની પ્રાઇવસીનું સન્માન કરો. સાથે જ વિનંતી કરુ છું કે અધૂરી માહિતી અને સત્ય જાણ્યા વગર કમેન્ટ કરવાનું બંધ કરો. પોતાના નિવેદનમાં શિલ્પાએ કહ્યું કે હું કાયદાનું પાલન કરનારી અને 29 વર્ષથી કામ કરતી પ્રોફેશનલ મહિલા છું. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને મેં કયારેય કોઇનો ભરોસો તોડયો નથી. તો મારી ખાસ વિનંતી છે કે મારા પરિવાર અને પરિવારની પ્રાઇવસી હકનું સન્માન કરો. આ સમયે અમને એકલા છોડી દો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. મહેરબાની કરીને કાયદાને કાયદાનું કામ કરવા દો,
શિલ્પાના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઇએ મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે પોર્ન ફિલ્મ બનાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. એ પછી રાજ કુંદ્રાને જેલમાં મોકલી આપવામાં આવ્યો. રાજને જેલમાં મોકલ્યા પછી શિલ્પા અને તેનો પરિવાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યો છે.મુંબઇ પોલીસે શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન લીધું હતું. શિલ્પાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે તેનો પતિ પોર્ન ફિલ્મ નહી, પણ ઇરોટીક ફિલ્મો બનાવી રહ્યો હતો, પોલીસને કોઇ ગેરસમજ થઇ છે.