સાપુતારા એ ભારત દેશ ના ગુજરાત રાજ્ય નું એક માત્ર હિલ સ્ટેશન નું સ્થળ છે. આસ સ્થળ ગુજરાત માં દક્ષિણ ભાગ આવેલા ડોંગ જિલ્લા ના આહવા તાલુકા માં આવેલું છે. આ સ્થળ સહ્યાદ્રી પર્વતમાળા માં જંગલ વચ્ચે ૧૦૦૦ મીટર જેટલી ઊંચાલ પર આવેલું છે. આ વિસ્તાર ડુંગર અને જંગલ વિસ્તાર છે. અહીંયા ઉનાળા દરમિયાન પણ ૩૦ ડિગ્રી થી ઓછું રહે છે.
અહીંના સ્થાનિક રહેવાસી આદિવાસી છે, જે સરકાર ની વિનંતી થી વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવાર માં ડોંગી ભાષા એટલે કુકણા ભાષાનો ઉપયોગ કરે છે. અહીં ના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ ઉપરાંત લોકો જંગલ માંથી મહુડા ના ફૂલ તેમજ બી, ખાખરા ના પાન, ટીમરૂ ના પાન, સાગ ના બી, કરણજં ના બી, જેવી ગૌણ પેદાશો એકથી કરી ને તેને વેચી ને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
જોવાલાયક સ્થળો : જળાશય, રોપ – વે , સાપુતારા નો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઈજ પોઇન્ટ, નવાનગર( ડોંગી સંસ્કૃતિ નું દર્શન) અને છેલ્લે ઋતુંભરા વિધાલય વગેરે જોવા લાયક છે.