ગુજરાત પર ઘેરાયા છે વરસાદ ના વાદળો, આ વિસ્તારો છે મેઘરાજા ની નજર મા જાણો કયા વિસ્તાર મા છે વરસાદ ની ફૂલ આગાહી….

ગુજરાત

દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં આજે ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે સુરત તાપી ડાંગ નવસારી નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, આજ સુધીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.. બે સિસ્ટમ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, અમદાવાદ,

ગાંધીનગર, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદપુર, દાહોદ, સુરતમાં ભારે વરસાદની જાહેરાત કરવામાં આવી છે. રહી છે. , અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

શહેરના અમરાઇવાડી હાટકેશ્વર મણિનગર ઇસનપુર ઘોડાસર નરેલ જીવરાજ પાર્ક વેજલપુર સેટેલાઇટ ગોતા રાણીપ વગેરે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને પૂર્વના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના કારણે પાણી ભરાયા હતા. જ્યારે સુરત પંથકમાં પણ આજે સવારથી વરસાદ જોવા મળ્યો હતો. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠા,

સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, દમણ, દાદરા, નગર, હવેલી, સુરત, વલસાડ, તાપી, વડોદરા, ભાવનગર, ગીર, સોમનાથ, દ્વારકા, જામનગર, સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. રાજકોટ, પોરબંદર છે. 22મી ઓગસ્ટથી મધ્યમથી ભારે વરસાદ. માછીમારોને પણ દિવસ દરમિયાન દરિયામાં ખેતી ન કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *