તમે એક કહેવત સાંભરી હશે કે “જ્યાં જાય ત્યાં નામ કમાય એ આપનો ગુજરાતી” આ કહેવત ખરેખર સાર્થક કરે છે આ પરિવાર. તેમની મહેનત, આવડત, યોગ્ય સમયે કુશળ નિર્ણય અને સાહસ અમેરિકામાં રહેતા કિરણ અને પલ્લવી પટેલ જોડે શીખવા જેવું છે.
આ પરિવાર વડોદરામાં આવેલું નાના એવા ફોફડીયા ગામના કિરણ છોટુભાઈ પટેલે અમેરિકામાં 7 માં નંબરનું સૌથી મોટું ઘર બનાવ્યું છે. ફ્લોરિડામાં તેમને 17 એકરમાં એક આલીશાન મહેલ બનાવ્યો છે. તેમનો આ બંગલૉ તૈયાર થવામાં પાંચેક વર્ષ લાગ્યા હતા. તે બંગલાની અંદર એક મીની થિયેટર, ત્રણ ગેસ્ટહાઉસ, 450 ફૂટ લાંબો સ્વિમિંગ પુલ, એક સરસ મજાનું ભગવાનનું મંદિર, 15 જેવી ગાડી આવી શકે તેવું પાર્કિંગ અને અંદર કામ કરતા લોકોને રહેવા માટે ક્વાટર્સ પણ સામેલ છે. બગીચાની અંદર અવનવા ફુવારા મુકવામાં આવ્યા છે. તે બંગલૉ બનાવવા માટે ભારતમાંથી મંગાવામાં આવેલા પથ્થરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમનું 15 માણસનો પરિવાર છે તે એક જ રસોડે જમે છે. તે બંગલા ના બેઠક રુમ એટલા મોટા છે કે તેમાં ગરબા તો આરામથી રમી શકો. તેમના મહેલમાં ટોટલ 40 રૂમો છે. તેમના આ મહેલમાં હિન્દૂ રીતરિવાજ મુજબ ગૃહ પ્રવેશ કર્યો હતો. વર્ષોથી વિદેશમાં રહેતા હોવા છતાં આપણા દેશના રિવાજોથી રહે છે. આખા અમેરિકામાં આ ડોક્ટર દંપતી ઓફ પાવર પરિવાર તારીખે ઓરખાય છે. કારણકે તેમને લાખો રૂપિયાનું ભારત અને અમેરિકામાં દાન કર્યું છે. તેમને એક સવાલ પૂછવામાં આવ્યો કે તેમને તેમના બંગલામાં કેટલા રૂપિયા વાપર્યા છે તો તેમનો જવાબ એવો હતો કે તેમને જેટલું દાન કર્યું છે તેના થી ઓછા વાપર્યા છે.
અમેરિકામાં તેમને બધા પૈસાદાર થી નઈ પરંતુ દાનવીર તરીકે ઓરખાય છે. કિરણ ભાઈ ચાર પ્રાઇવેટ જેટ પ્લેનના મલિક છે. આઝાદી સમયે કિરણભાઈના માતા પિતા આફ્રિકાના ઝામ્બિયા જઈને રહેવા લાગ્યા હતા. તેમના પિતા સ્વભાવે કડક હતા અને શિક્ષણના ચુસ્ત આગ્રહી હતા. તેમને ૧૨ વર્ષના કિરણને ૧૯૦ KM દૂર સ્કૂલ માં ભણવા મુક્યો અને કહ્યું કે ઓછા માર્ક્સ આવે તો ઘરે આવતો નઈ. પછી તેઓ મેડિકલના અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવી ગયા GTU માં તેઓ ભણ્યા અને અભ્યાસ સમયે જ તેમને એક પલ્લવી નામની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે. પલ્લવીને ગરબા રમતી જોઈને તેમને ખુબજ પસંદ આવી ગઈ હતી અને પલ્લવીને પણ કિરણ ભાઈ પસંદ આવી ગયા હતા. બન્ને આ ભણવાનું પૂરું કરી ૧૯૭૩ માં લગ્ન કર્યા.