તો મિત્રો તમે જાણતા હશો કે આજે ઇન્ડિયન આર્મી માં ભરતી થવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે. સવાર વહેલા ઉઠી ને દોડ લગાવી પડે છે. મોટા ભાગના છોકરા છોકરીને ઈચ્છા હોય તે એક દિવસ ભારત માતા ની સેવા કરતા કરતા શાહિદ થાય ભારત માતા ની સેવા કરવી એ ખુબ મોટું કામ છે અને ક્યારેક સેવા કરતા જવાન શાહિદ પણ થઇ જતા હોય છે .આજે હું તમને ભારત ના એક એવા વીર સૈનિક વિષે બતાવીશ જે ભારત માતા માટે શાહિદ થઇ જાય છે.
આ ભારત માતા ના વીર સૈનિક નું નામ રિતેશ પાલ હતું જે પ્રતાભગઢ જિલ્લાના પુરે ભૈયા ગામના હતા રિતેશ પાલ પોતાની મહેનતથી વર્ષ ૨૦૧૦ માં ઇન્ડિયન આર્મી માં ભરતી થાય છે. તેમને ભારત માતાની સેવા કરવાની ઈચ્છા ખુબ હતી રિતેશ પાલ સૈન્યમાં એન્જીનયર ફિલ્ડમાં નાયબ સુબેદાર તરીકે ફરજ નિભાવતા હતા તે હિમાચલ પ્રદેશના પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે મનાલીમાં ભારે વરસાદ પગલે રસ્તો તૂટી જાય છે. રિતેશ પાલ શુક્રવારના રોજ સવારે બીજા સૈનિકો સાથે jcb વડે રસ્તાનું સમારકામ કરાવતા હતા ત્યારે વરસાદના લીધે એક પહાડ ધસી આવે છે. જેના લીધે રિતેશ પાલ JCB સાથે એક ઊંડી ખીણ પડી જાય છે અને તેમનું મુત્યુ થાય છે.
રિતેશ પાલ શાહિદ થયા છે તેવા સમાચાર આવતાની સાથે તેમના પત્ની બાળક અને પિતા ને ખુબ આઘાત લાગે છે અને પરિવાર પર દુઃખના વાદળો છવાઈ જાય છે. બે દિવસ પછી રિતેશ પાલ નો પાર્થિવ દેહ ને પ્રતાભગઢ લાવામાં આવે છે અને સવારમાં તેમની અંતિમ યાત્રા નીકરવામાં આવે છે. શહીદ રિતેશ પાલ ની અંતિમ યાત્રા માં લાખો લોકો જોડાયા હતા ખરાબ મૌસમ હોવા છતો હજારો ની સંખ્યા માં રિતેશ પાલ ના અંતિમ દર્શન માટે લોકો આવે છે.
જયારે રિતેશ પાલ નું પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચ્યું તો તેમના પિતા પત્ની બાળકો ની આંખમાં ખુબ આંસુ હતા તેમના પિતા રડતા રડતા કહે છે કે જો મારે ચાર દીકરા હોય તો બધા દીકરા ભારત માતા ને સમર્પિત કરી દેત તેમના પિતાની આંખ માં રાષ્ટ્ર પત્યેનો પ્રેમ દેખાઈ આવે છે તેમનું આખું ઘર તેમના નામથી ગુંજી ઉઠી હતું.
રિતેશ પાલને આખા ગામ તથા શહેરે ભેગા મળીને ભીને આંખે વિદાય આપી સેનાના નીતિ નિયમો મુજબ તેમના અંતિમ વિદાય આપવામાં આવી હતી તેમના માતા પિતા ને આજે તેમના વીર પુત્ર ઉપર ખુબ ગર્વ છે.