દુનિયાની સૌથી અમીર મહિલા સંગીતકાર બની રિહાના, આ બિઝનેસ કરે છે અબજો રૂપિયા ની કમાણી

Latest News

પૉપ સ્ટાર રિહાના ના ફેન્સ માટે એક સારા સમાચાર છે.તેમની પસંદગીની સિંગર રિહાના હવે બિલિયોનેર બની ચુકી છે. ૩૩ વર્ષ ની રિહાના દુનિયાની સૌથી અમીર મહિલા સંગીતકાર જાહેર કરવામાં આવી છે. ફોર્બ્સ મેગેજીન ના માં વાત ની જાહેરાત કરવામાં આવી છે. રીહાનાની નેટ વર્થ ૧.૭ મિલિયન ડોલર આંકવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે આશરે ૧૨૬૧૮.૬૮ કરોડ રૂપિયા થાય છે. ફોબ્ર્સ ની માહિતી અનુસાર રિહાના ની આ આવક ઓ મુખ્ય સોર્સ તેનું મ્યુઝિક નથી. રીહાનાની ફેંટી બ્યૂટી કોસ્મેટિક લાઈનમાં ૫૦% ભાગીદારી થી ૧.૪ મિલિયન ડોલર ની કમાણી થઇ છે.
રિહાનાની કમાણીનો બાકીનો હિસ્સો તેની સેવેજ એક્સ ફેન્ટી લિંગરી કંપનીમાંથી આવે છે.  તે સિવાય રિહાનાની બાકીની કમાણી સિંગર અને એક્ટ્રેસ તરીકે આવે છે. રિહાનાની બ્યૂટી કંપની ઘણી જાણીતી છે. આ બ્રાન્ડ ૫૦ સ્કિન ટોનના ફાઉન્ડેશનની રેન્જ ઓફર કરે છે. તેમાં ડાર્ક શેડ્સની મહિલાઓના સ્કીન ટોન પણ સામેલ છે. તેણે આ કંપનીને ૨૦૧૭ માં લોન્ચ કરી હતી. આ પહેલા ડાર્ક ટોનની રેન્જ આટલી સરળતાથી મળતી ન હતી.
રિહાનાનું અસલી નામ રોબિન ફેન્ટી છે, ૨૦૧૭ માં રિહાનાએ લક્ઝરી ગુડ્સ કંપની એલવીએમએચની સાથે પાર્ટનરશીપમાં ફેન્ટી બ્યૂટી કંપનીને લોન્ચ કરી હતી. ફેન્ટી બ્યૂટીમાં રિહાનાની ૫૦ % ની ભાગીદારી છે. આ કંપની ડાર્ક ટુ વ્હાઈટ સ્કીન ટોનના શેડ્સ ઓફર કરે છે. ફોર્બ્સની લિસ્ટમાં રિહાના સૌથી અમિર એન્ટરટેઈનમેન્ટના લિસ્ટમાં ઓપ્રા વિન્ફ્રે પછી બીજા નંબર પર આવે છે. રિહાના પોતાનામાં એક બ્રાન્ડ છે. તે સોશિયલ મીડિયા સેન્શેસન છે. જે રીતે તેના ગીતો ચાર્ટબસ્ટરમાં ટોપ પર રહે છે તેવી જ રીતે સંગીતનું દુનિયામાં પણ તે રાજ કરે છે.
રિહાનાએ પોતાના કરિયરની શરૂઆત ૧૭ વર્ષની ઉંમરે કરી હતી. પોપ મ્યુઝિક ઈન્ડ્સ્ટ્રીમાં રિહાનાએ આવતા જ ધમાલ મચાવી દીધી હતી. રિહાનાના પહેલા મ્યુઝિક આલ્બમે રેકોર્ડ બનાવ્યા છે. તેનો પહેલો આલ્બમ મ્યુઝિક ઓફ ધ સન અને અ ગર્લ લાઈક મી છે. રિહાનાએ પોતાના કરિયરમાં ક્યારેય પાછું ફરીને જોયું નથી. ૨૦૦૭ માં આવેલો રિહાનાનો આલ્બમ ગુડ ગર્લ ગોન બેડે દુનિયાભરમાં પોતાની કીર્તિ ફેલાવી હતી.
આ આલ્બમે રિહાનાને દેશ વિદેશમાં જાણીતી બનાવી દીધી હતી. રિહાનાએ ઘણા ગ્રેમી અને બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડ્સ પોતાના નામ કરી ચૂકી છે. રિહાનાને સોશિયલ મીડિયા પરથી પણ સારી એવી કમાણી થાય છે. રિહાનાની એક એક પોસ્ટ ટ્રેન્ડમાં રહે છે. રિહાનાના ઈન્સ્ટાગ્રામ પર ૧૦૧ મિલિયન અને ટ્વિટર પર 102.૫ મિલિયન ફોલોઅર્સ છે. રિહાના સૌથી સક્સેસફૂલ એન્ટરપ્રેન્યોરમાં ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *