એક સમયે ધગધગતા તડકામાં ગરીબની દીકરી તૂટેલી છાબડીમાં ફૂલ વેચતી હતી અને દિવસો નીકરતા હતા. તેને એક એવા સંતની મુલાકાતથી તેની જિંદગી બદલાઈ ગઈ. તેના પર રૂપિયાનો વરસાદ થયો. એક સમયે માથા પર ફૂલોની છાબડી રહેતી હતી તેની જગ્યા એ રૂપિયાનો પોટલો હતો. આ કઈ અંધશ્રદ્ધા વાત નથી.
એક કથાકારના મીઠા બોલ કોઈ પણનું જીવન બદલી શકે છે. જેના પર આ કૃપા થઇ તે દીકરીનું નામ પાયલ છે. કૃપા ઉતારવામાં માધ્યમ બન્યા તેમનું નામ છે એક જાણીતા શિવ કથાકાર ગીરીબાપુ. આ પ્રસંગ સોમનાથમાં ચાલુ કથા એ બન્યો હતો. મંદિરના ઓટલે આ પાયલ નામની દીકરી ફૂલ વેચતી હતી ત્યારે પ્રવેશદ્વાર પાસે કથાકારને દૂરથી જોઈ ગઈ અને તેમના આસિસ્ટન્ટ પાસે પહોંચી ગઈ ને કહ્યું કે મારે ફૂલ માળા પહેરાવવી છે. તેમને કહ્યું બેટા તું તો નાનું બાળક એટલે ભગવાનનું રૂપ કહેવાય. ફૂલ કરમાયેલા હતા પણ તે દીકરીના હૈયે ખીલેલા ફૂલ તે કથાકારે ઓરખી લીધા હતા.
કથા ચાલતી હતી ત્યારે તે પાયલ પણ કથા સંભારવા આવી હતી ત્યારે ગીરીબાપુ તે પાયલને ઓરખી જાય છે. તે દીકરી ને બાપુ સ્ટેજ પર બોલાવે છે. ત્યારે પાયલ તૂટેલી ટોપલી લઈને સ્ટેજ પર પહોંચી જાય છે. બાપુ એ પૂછ્યું ત્યારે ખબર પડી કે તે ગરીબ ઘરની દીકરી હતી. ગીરીબાપુ એક સરસ દાખલો આપી સમજાવે છે કે આ દીકરીની જગ્યા એ તમારી દીકરી હોય તો. બાપુ તે દીકરીને સાલ ઓઢાડીને આશીર્વાદ આપ્યા. પછી બાપુ તે ટોપલીમાં એક નોટ નાખી અને સંતોને કહ્યું જોલી મેરી ભર દે આટલું કહેવાથી તો સંતોએ રૂપિયાનો વરસાદ કરી દીધો. આમ પણ ગુજરાતી કદી આપવામાં પાછો પડતો નથી.
થોડી વારમાં તો એક લાખથી પણ વધુ રકમ ભેગી થઇ ગઈ. કથામાં આવેલા એક ધારાસભ્ય ને ભલામણ કરી કે આ દીકરીના લગ્ન કરાવી આપજો તો તેમને તરત જ હા પડી દીધી. પાયલે બાપુને કહ્યું મારે અંગ્રેજી શીખવું છે તો બાપુએ સંતોને પૂછ્યું કે કોઈ છે વીરલો કે આ દીકરીને અંગ્રેજી શીખવાડી શકે તો એક ભક્ત તરત તૈયાર થઇ ગયા ને કહ્યું કે તેનો તમામ ખર્ચ હું ઉપાડીશ. પછી બાપુ પાયલને પૂછે છે કે તું અંગ્રેજી શીખીને શું કરીશ તો તે દીકરી એમ કહે છે કે વિદેશથી આવતા લોકોને સોમનાથનો મહિમા અંગ્રેજીમાં સમજાવીશ અને મોટી થઇ ને અમેરિકા જઈશ.
આ ગીરીબાપુ છેલ્લા ગણા સમયથી દેશ વિદેશમાં કથા કરે છે. કથા દરમિયાન જીવનમાં બનેલા અને જોયેલા પ્રસંગ ની વાતો કરે છે. તેમને સરસ દાખલો બેસાડયો કે તમારા ઘરની આસપાસ પાયલ જેવી દીકરીઓનું ધ્યાન રાખજો. જો સાધુ સંતનો હાથ માથે ફરે તો દરેકનું જીવન ધન્ય થઇ જતું હોય છે.