એક સમયે બકરી ચરાવતો છોકરો બની ગયો ડીએસપી

Latest News

આ સ્ટોરી જેનો આત્મવિશ્વાસ બુલંદ છે તેમના માટે છે આ સ્ટોરી એક નાનકડા ગામથી શરૂ થાય છે. ઘણીં બધી મુશ્કેલી સહન કરીને એક ઓફિસર બને છે અને ગામના બધા લોકો માટે એક ઉમદા ઉદાહરણ બને છે.પોતાના માં બાપનું નામ રોશન કરે છે જે લોકો નાના અને મધ્યમ પરિવારમાંથી આવે છે.તેમના માટે આ સ્ટોરી પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવે છે . આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છે તે એક એવા પરિવારમાંથી આવે છે.

જ્યાં લોકો સ્વપ્નમાં પણ વિચારી શકતા નથી એક દિવસ મોટા સાહેબ બનશે હું વાત કરું છું કિશોર કુમાર જે એક ખુબ પરિવાર માંથી આવે છે. જે પોતાના બાળપણ કોઈ દિવસ બકરી ચારવાનું તો કોઈ દિવસ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો એક સમય પર કોલેજમાં પણ નપાસ થાય છે પણ પોતાના નક્કી કરેલા ધ્યેને પ્રાપ્ત કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખે છે. UPSC ની પરીક્ષા પાસ કરીને પોતાના ગામનું નામ રોશન કરે છે. કિશોર કુમાર ઝારખંડ રાજ્ય ના ચંદનકર જિલ્લાના બુદ્ધીબિનર ગામના રહેવાસી છે. તેમનો જન્મ કોલસાની ખાન માં કામ કરતા રેણુકા દેવીના ઘરે સાલ ૧૯૮૬માં થાય છે.કિશોર કુમાર ચાર ભાઈ બહેન છે તેમાં સૌથી નાના કિશોર છે. તેમના પિતા એક કોલસાની ખીણમાં મજૂરી કરતા હતા તેમની માતા ઘરકામ કરે છે.

હાલ કિશોર કુમાર ખુંટી જિલ્લામાં DSP તરીકે સેવા આપે છે. કિશોરના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી તે નાના હતા ત્યારથી ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. જ્યો તેમને ૧૦૦૦ ઈંટ કાઢવાના ૪ રૂપિયા મળતા હતા. જયારે તેમના આજુબાજુ ના ખેતરમાં વાવણી થઇ જાય. ત્યારે કિશોર પોતાની ગાય બકરીને ચરવા માટે જંગલમાં લઈ જતા હતા તે પોતાના ગામની સરકારી શાળા માં ભણવા માટે જતા શાળા ની હાલાત એટલી ખરાબ હતી. જ્યાં વરસાદ આવે તો વર્ગખંડમાં પાણી પડતું હતું કિશોર ફરવાના ખુબ શોકીન હતા. તે અવારનવાર પોતાના મિત્રો જોડે જંગલ ફરવા જતા રહેતા એક દિવસ આ વાતની ખબર તેમના શિક્ષકને પડે છે. શિક્ષક કિશોર અને તેમના મિત્રોને ખુબ મારે છે અને એક શીખ આપે છે મજૂરી કરશો તો મજુર બનશો અને ભણવાનું કરશોતો મોટા સાહેબ બનશો શિક્ષક ની આવાત કિશોર નું આખું જીવન બદલી નાખે છે . કિશોર મન લગાવી ને વાંચવા લખવાનું કરે છે અને તે પાંચમા ધોરણ માં પ્રથમ નંબરે પાસ થાય તેમના પિતાજી કહે છે બેટા તું ખુબ મહેનત કર અને IPS કે IS બનજે પણ તે વાતનો કોઈ વિશ્વાસ કરતું નથી.

કિશોર પ્રાઈમરીનો અભ્યાસ કરીને સાલ ૨૦૦૪ માં ઇગ્નૂ યુનવર્સીટી માં ઇતિયાસમાં સ્નાતક થવા પ્રવેશ મેળવે છે. કિશોર તેમાં એક સેમિસ્ટરમાં નાપાસ થાય છે તેમની હિમંત કોઈ ફરક પડતો નથી તે સાલ ૨૦૦૮ સ્નાતકની ડિગ્રી મેળેવે છે. કિશોર UPSC પરીક્ષાની તૈયારી માટે દિલ્લી આવવા માંગે છે પણ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાની બહેન પુષ્પા દેવીનો ગલ્લો તોડે છે તેમાંથો ચાર હજાર રૂપિયા નીકળે છે તે પૈસા લઈને કિશોર દિલ્લી આવે છે અને પરીક્ષાની તૈયારી કરવા લાગી જાય છે. તે દિલ્લી માં એક ભાડાના મકાનમાં રહે છે પોતાનો ખર્ચ કાઢવા માટે કિશોર ટ્યુશન કરાવે છે . કિશોર ભારત સરકાર દ્વારા લેવામાં આવતી UPSC ની પરીક્ષા સાલ ૨૦૧૧ માં આપે છે કિશોર તેમાં ૪૧૯માં નંબરે પાસ થાય છે કિશોર ને આસિસ્ટન્ટ કમાન્ડરના પદ ઉપર ભરતી કરવામાં આવે છે. આસિસ્ટન્ટ કમાન્ડરની ટ્રેનિંગ માટે કિશોર ને ઉત્તરાખંડ જાય છે. કિશોર કુમાર ફરીથી UPSC ની પરીક્ષા આપે છે પણ તે પસન્દગી પામતા નથી તેમના પોતાના વતનના લોકોની સેવા કરવાની ઈચ્છા ખુબ હતી.

કિશોર કુમારે
ઝારખંડ માં લેવાતી પરીક્ષા PCS સાલ ૨૦૧૬ માં પાસ કરે છે કિશોર કુમાર ને પોતાના વતન માં નોકરી કરવાની ઈચ્છા પુરી થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *