તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 29 વર્ષની અભિનેત્રીનું મોત થઈ ગયું છે. આ સમાચારથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ આઘાતમાં છે. જે અભિનેત્રીના મૃત્યુની વાત કહેવામાં આવી રહી છે તેને ઈન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર માનવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં આટલી નાની ઉંમરમાં અભિનેત્રીનું મોત દરેક માટે આશ્ચર્યજનક છે. ફિલ્મ ‘વૈધા’ની સાઉથ અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે.
પંખાથી લટકતી લાશ મળીતમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે. દીપાની લાશ તેના ઘરના એક રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી.
સુસાઇડ નોટ મળી જયારે દીપાના સંબંધીઓએ તેને ફોન કર્યો અને ફોન ઉપાડ્યો નહીં, ત્યારે દીપાના મિત્ર પ્રભાકરન તેના ઘરે આવ્યા અને દીપાને પંખાથી લટકતી જોઈ. જે બાદ દીપાના ભાઈ ચિત્તૂરથી ચેન્નાઈ પહોંચ્યા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં પ્રેમ પ્રકરણના કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ છે અને તેણી આપઘાત કરી રહી છે અને તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી તેવું લખવામાં આવ્યું છે.
ઘણી ફિલ્મોમાં કામ કર્યું લોકો પૌલિન જેસિકાને પ્રેમથી દીપા કહીને બોલાવતા હતા અને તેને આ નામથી જ ઓળખ મળી હતી. તાજેતરમાં, અભિનેત્રી દીપા મિસ્કીન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ ‘થુપ્પરીવલન’માં પણ જોવા મળી હતી. પાલિન જેસિકાના કરિયરની વાત કરીએ તો તે ફિલ્મ ‘વૈધા’માં લીડ રોલમાં જોવા મળી હતી. આ એક્ટ્રેસે ઓછા સમયમાં ઘણું નામ કમાઈ લીધું હતું પરંતુ તેણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.