વર્લ્ડકપ ની સેમી ફાઈનલ રમવા વાળી આ ટીમે તો આખી દુનિયા ને ચોંકાવી દીધી , 20 ઓવર ની મેચ ને માત્ર 20 બોલ મા કરી દીધી પૂરી…

ક્રિકેટ

દક્ષિણ આફ્રિકાના બેનોની શહેરમાં રમાઈ રહેલા આફ્રિકા ક્રિકેટ એસોસિએશન કપમાં કેન્યાએ કેમરૂન પર 9 વિકેટે મોટી જીત મેળવી છે. આ જીતની સૌથી ખાસ વાત એ હતી કે કેન્યાએ આ મેચ માત્ર 20 બોલમાં જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા કેમરૂનની ટીમ માત્ર 48 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

તેના ઓપનર બ્રુનો ટોબેએ સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. આ પછી એક પણ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. આટલું જ નહીં તેના 4 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ પછી કેન્યાએ માત્ર 3.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

કેન્યાના બેટ્સમેન સુખદીપ સિંહે 10 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. રૂષભે 7 બોલમાં 14 રનની ઇનિંગ રમી હતી. ઓધિયામ્બોએ 3 બોલમાં 7 રનની ઇનિંગ રમી હતી, કેન્યા તરફથી યશ તલાટીએ માત્ર 8 રનમાં 3 વિકેટ લીધી હતી. શામ ન્ગોચેએ પણ 10 રનમાં 3 વિકેટ લીધી હતી. ઓલુચે 2 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *