આજકલ આપણ સમાજ માં અવાર-નવર અનેક કિસ્સાઓ બનતા હોય છે. આ એક્મેવો કિસ્સો છે તમે ક્યારેય વિચાર્યું ના હોય. પતિ ના મોતપછી એક મહિલા અજીબો ગરીબો પરેશાનીમાં ફસાઈ ગઈ છે. તેના સાસુ સસરા ઈચ્છે છે કે પોતાના દિવગંત પુત્ર ના વારસદાર ને પોતાના ગોદ માં રમાડે, આ માટે તેમને વિધવા વહુ પાસે ફ્રિજ કરાયેલા સ્પર્મ માંગી રહ્યા છે.જોકે મહિલા સ્પર્મ આપવા ઇચ્છતી નથી.તેને સોશ્યિલ મીડિયા પર પોતાની પરેશાની શેર કરતા લોકોના પ્રતિભાવ માંગ્યા છે. જેના પર લોકો કોમેન્ટ આપી રહ્યા છે. કેટલાક લોકો મહિલા ના સપોર્ટમાં છે તો કેટલાક લોકો વૃદ્ધ દપંતી ના પક્ષ માં જોવા મળે છે.
દરેક દાદા-દાદીનું સપનું હોય છે કે તેઓ પોતાના પૌત્ર-પૌત્રીને રમાડે. તેની પર પોતાની સુખ-સંપત્તિ લુટાવે. પરંતુ આ પહેલા જ પુત્રનું મોત થઈ ગયું. હવે વૃદ્ધ માતા પિતાન તેમની વહુ પાસે ફ્રીઝ કરવામાં આવેલા સ્પર્મની માંગણી કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે છોકરો તો નથી પરંતુ તેનો વંશને તેઓ આગળ વધારી શકે. વેબસાઈટ મિરરના રિપોર્ટ પ્રમાણે, વિધવા મહિલાએ સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર પોતાની સમસ્યા શેર કરતા લખ્યું છે કે તે પોતાના દિગવંત પતિના સ્પર્મ સાસુ-સસરાને આપવા નથી માંગતી.
તેણે લખ્યું છે કે, જ્યારે મારા પતિને કેન્સર હોવાનું ખબર પડ્યું તો તેમણે તેમના સ્પર્મને ફ્રીઝ કરાવી દીધા હતા. જેથી કિમોથેરપી પછી પણ ગર્ભધારણ કરી બાળક પેદા કરી શકાય. પતિના ઈલાજ દરમિયાન તેના સાસુ સસરા તેની સાથે હતા. અને તેમને આ કામ અંગેની ખબર હતી. મહિલાએ કહ્યું કે દુર્ભાગ્યથી તેના પતિનું કેન્સર સારું થયું નહીં અને ૧૯ જુલાઈના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પતિના મોત પછી સાસુ-સસરાએ મહિલાને પૂછ્યું કે શું તે તેના પતિના સ્પર્મની મદદથી ગર્ભધારણ કરવાની આયોજન બનાવી રહી છે, તો મહિલાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.
તેના પછી સાસુ-સસરાએ મહિલાને તેના દિગવંત પતિના સ્પર્મ તેમને આપી દેવા માટે કહ્યું હતું. જેથી તે સેરોગસીની મદદથી દાદા-દાદી બની શકે. જોકે તેમની આ ડિમાન્ડે તેને હેરાન કરીને મૂકી દીધી છે. મહિલાએ કહ્યું કે સ્પર્મ એટલા માટે ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા જેથી અમે અમારો પરિવાર વધારવા ઈચ્છતા હતા. જોકે હવે તે આ માંગણી પછી કન્ફ્યુઝ છે કે સેરોગેટથી બાળકોના જન્મ પછી તેમનો ઉછેર કેવી રીતે કરશે, કારણ કે તે બંનેની ઉંરમ ૬૦ ની આસપાસની છે. મહિલાની આ સ્ટોરી પર ૧૬૦૦ થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં કેટલાંક મહિલાને સાથે આપે છે તો કેટલાંક સાસુ-સસરાના પક્ષમાં છે.