થોડા સમય પહેલા ધૈર્યરાજસિંહ નામના નાનકડા એવા બાળકને સારવાર માટે ૧૬ કરોડ રૂપિયાના એક ઈન્જેકશન ની જરૂર હોવાના કારણે ગુજરાતના લોકોએ આ બાળક ના પરિવાર ના સભ્યો ને મદદ કરી અને અંતે ધૈર્યરાજ ને મુંબઈ હોસ્પિટલ માં આ ૧૬ કરોડ નું ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. અને તેની જીવ બચી ગયો હતો. ત્યાર બાદ ગીર સોમનાથ ના આલીદર ગામમાં રહેતા વિવાન નામના બાળક ને SMA નામ ની ગંભીર બીમારી હતી. આ બીમારી ની સારવાર માટે વિવાન ના પિતા તેમન પરિવાર ના સભ્યો ને ૧૬ કરોડ રૂપિયા ની જરૂર હતી. પરંતુ તેના માતા પિતા આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી તેના કારણે હવે વિવાન ના પરિવાર ના સભ્યો લોકો પાસે મદદ ની માંગણી કરી હતી. પરંતુ વિવાન ને ઈન્જેકશન મળે તે પહેલા જ તેને જીવ ગુમાવી દીધો.
વિવાનનું અમદાવાદમાં નિધન થયું હતું અને સોલા સિવિલમાં તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. વિવાનના પિતાએ જણાવ્યું હતું કે, વિવાનને બચાવવા મદદ માટે આગળ આવનાર તમામ લોકોનો આભાર. વિવાન માટે એકઠી થયેલી રકમ સેવાકીય કામ પાછળ ખર્ચવામાં આવશે. અત્યારસુધીમાં વિવાનના ઇન્જેક્શન માટે ૨ કરોડ રૂપિયા ભેગા થયા હતા, પરંતુ વિવાનના નિધન બાદ તેના પિતાએ કહ્યુ હતું કે, હવે કોઈ ફંડ ન મોકલે, જે ફંડ આવ્યું છે તેને સેવાકીય કાર્યમાં વાપરવામાં આવશે.
ગીર સોમનાથના આલીદર ગામમાં અશોક વાઢેર તેમના પરિવારની સાથે રહે છે. અશોક વાઢેર કચ્છની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને એક અઢી મહિનાનો દીકરો હતો અને આ બાળકને SMA નામની ગંભીર બીમારી છે. અશોક વાઢેરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા દીકરાની તબિયત ખરાબ થઈ હોવાના કારણે તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે સમયે જાણવા મળ્યું હતું કે આ બાળકને SMA નામની બીમારી છે અને આ બીમારીની સારવાર માટે ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.
અશોક વાઢેરના પરિવારની સ્થિતિ આર્થિક સદ્ધર ન હોવાથી અશોક વાઢેર બાળકની સારવારના ખર્ચ માટે લોકો પાસેથી મદદ માગી હતી. અશોક વાઢેર કચ્છની ખાનગી કંપનીમાં ૧૮૦૦૦ માં પગારદાર તરીકે નોકરી કરે છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોને તેમના બાળકની મદદ કરવા માટે અપીલ કરી હતી અને લોકો પણ આગળ આવીને મદદ કરી રહ્યા હતા. પરંતુ ઇન્જેક્શન માટેના રૂપિયા ભેગા થાય એ પહેલા જ વિવાને દુનિયાને અલવિદા કહી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે ધૈર્યરાજસિંહ નામના બાળકને પણ SMA નામની બીમારી હતી અને તેના માતા-પિતાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી. લોકોએ આ નાનકડા એવા બાળકની સારવાર માટે થોડી થોડી મદદ કરી હતી અને દાનવીરોના કારણે ધૈર્યરાજને ૧૬ કરોડ રૂપિયાનું ઇન્જેકશન મુંબઇની હોસ્પિટલમાં આપવામાં આવ્યુ હતું.