મહાનગર સુરત શહેરમાંથી હનીટ્રેપ નો મામલો સામે આવ્યો છે. જેમાં રત્ન કલાકાર ને હનીટ્રેપ ફસાવી ને નકલી પોલીસનો સવોન્ગ રચી રૂ. ૩લાખ ખંખેરી લીધાની ફરિયાદ પોલીસ ના ચોપડે નોંધાઈ છે. સુરત શહેર ના પુના શહેર માં આવેલી તિરૂપતિ સોસાયટી માં રહેતો રત્ન કલાકર વૈભવ ચંદુ નાવડીયા બે વર્ષ પહેલા જયારે તે સીતાનગર પાસે ઉભો હતો. ત્યારે મન્જુ નામનીર મહિલાએ શરીર સુખ માણવા માટે ફોન કર્યો હતો.
તા. ૫ ઓગસ્ટે મંજૂએ વૈભવને ફોન કરીને શરીરસુખ માણવા માટે પુણાની વિક્રમનગર સોસાયટીમાં બોલાવ્યો હતો. વૈભવ પણ મંજૂએ આપેલા સરનામે પહોંચ્યો હતો. રૂ.૧૦૦૦ નો ભાવ નક્કી કરીને મહિલા તેને એક રૂમમાં લઈ ગઈ હતી. થોડીવાર બાદ ચાર વ્યક્તિઓએ ત્યાં આવીને પોલીસને જેમ રોફ જમાવ્યો હતો. તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. આ ટોળકીએ કંટ્રોલમાંથી ફોન આવતા પુણા પોલીસમાંથી આવ્યા છીએ એવું કહ્યું. સેક્સ રેકેટ ચાલતું હોવાની વાત કહીને કેસ પૂરો કરવા માટે રૂ.5 લાખની માગ કરી હતી. વૈભવ આટલા પૈસા આપી શકે એમ ન હતો એટલે રૂ.૫૦,૦૦૦ માં કેસ પૂરો કરવાા કહ્યું. જોકે, ટોળકીએ ગન બતાવી, વૈભવને થપ્પડ મારી કોઈ પણ ભોગે રૂ.૫ લાખ લાવવા માટે કહ્યું હતું. આ માટે વૈભવે એના મિત્રો પાસેથી રૂ.3 લાખની વ્યવસ્થા કરી હતી. તેણે મયુર કુંભાણી નામના વ્યક્તિ પાસેથી રૂ.૫૦ ૦૦૦ , હર્ષદ અણધણ પાસેથી રૂ.૫૦ ૦૦૦ અને અજય ગોરાસિયા પાસેથી રૂ.૨ લાખ લઈને તે સીમાડા ચોક પોસ્ટ ગયો હતો. ધમકી આપીને આ ટોળકી ત્યાંથી નાસી ગઈ હતી.
બીજા દિવસે વૈભવે આ વાત પોતાના મિત્રોને કરી હતી. મિત્રએ હિંમત આપતા વૈભવે પુણા પોલીસ સ્ટેશનમાં આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, વૈભવને પછી ખ્યાલ આવ્યો હતો કે, તે અસલી પોલીસ નથી. વૈભવે આરોપી મંજૂ, હિરલ ઝાલા, ભારતી તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે વૈભવે મંજૂને પૂછ્યું કે, આ મકાન કોનું છે? ત્યારે મંજૂએ કહ્યું કે, મકાન દિલીપ ઝાલાનું છે. જ્યાં બંને શરીરસુખ માણવા માટે આવ્યા હતા. ત્યાં દિલીપ ઝાલાની પત્ની હીરલ ઝાલા હોવાનું પણ જાણવા મળ્યું હતું.