વર્લ્ડ કપ માટે ભારત ને લાગ્યો ખૂબ જ મોટો જટકો, આ કારણોસર જસપ્રીત બુમરાહ થયો બહાર….

ક્રિકેટ

ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમને સાજા થવામાં 4 થી 6 મહિનાનો સમય લાગશે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે બુમરાહ પીઠના દુખાવાની ગંભીર સમસ્યાથી પીડિત છે અને તેને મહિનાઓ સુધી ટીમની બહાર રહેવું પડી શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “એ નિશ્ચિત છે કે બુમરાહ ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.

તેને પીઠનો ગંભીર દુખાવો છે અને છ મહિના માટે બહાર રહેવું પડી શકે છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે બે T20 મેચ રમી હતી, પરંતુ તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ મેચ રમવા માટે તિરુવનંતપુરમ ગયો ન હતો. રવીન્દ્ર જાડેજા પછી બુમરાહ બીજો ભારતીય ખેલાડી છે જે ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેતો નથી. જાડેજા ઘૂંટણની સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે.

T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

છેલ્લી વખત UAE માં આયોજિત T20 વર્લ્ડ કપ 2021 માં, પાકિસ્તાને પ્રથમ વખત આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારતને હરાવ્યું હતું અને ટીમ ઇન્ડિયાને સેમિફાઇનલ પહેલા ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. આવી સ્થિતિમાં ભારત ફરી એકવાર પાકિસ્તાન સામે બદલો લેશે.

T20 વર્લ્ડ કપ 2022માં ભારત સામે

ભારત વિ પાકિસ્તાન – 1લી મેચ – 23 ઓક્ટોબર (મેલબોર્ન)
ભારત વિ ગ્રુપ A રનર અપ – બીજી મેચ – 27 ઓક્ટોબર (સિડની)
ભારત વિ દક્ષિણ આફ્રિકા – ત્રીજી મેચ – 30 ઓક્ટોબર (પર્થ)
ભારત વિ બાંગ્લાદેશ – ચોથી મેચ – 2 નવેમ્બર (એડીલેડ)
ભારત વિ ગ્રુપ બી વિજેતા – મેચ 5 – 6 નવેમ્બર (મેલબોર્ન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *