ગિરનાર રોપ-વે માં નીરજ નામના વ્યક્તિએ ૨૦ ઓગસ્ટ સુધી મુસાફરી ફ્રી, જાણો કારણ

Latest News

જૂનાગઢ માં આવેલા ગિરનાર ની યાત્રા ને સરળ ને બનાવવા માટે રોપ- વે ની સુવિધા ઉભી કરવાં આવી છે. હાલ ત્યાં ૨૦ ઓગસ્ટ સુધી નીરજ નામ ના વ્યક્તિ ને ફ્રી માં રોપ-વે ની યાત્રા ની સુવિધા આપવામાં આવી રહી છે. કારણ કે ટોક્યો ઓલમ્પિક માં નીરજ એ ગોલ્ડ મેડલ જીતી ને દેશ ને ગૌરવ અપાવ્યું છે અને કરોડો લોકોં ને નીરજ ને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ત્યારે એશિયા ના સૌથી લાંબી રોપ- વે દવારા નક્કી કરવામાં આવ્યું છે કે , નીરજ ચોપરા એ ટોક્યો ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવ્યું હોવાના કારણે નીરજ નામ ના વ્યક્તિન ને ૨૦ ઓગસ્ટ સુધી ફ્રી માં મુસાફરી કરાવવામાં આવશે. મહત્વ ને વાત છે કે ગિરનાર રોપ-વે નું સંચાલન ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.


નીરજ ચોપરાએ દેશને ગોલ્ડ મેડલ અપાવતા યુવાનોમાં ઓલમ્પિક અને સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ વધે તે માટે ઉષા બ્રેકો કંપનીએ ૨૦ ઓગસ્ટ સુધી નીરજ નામના કોઈ પણ વ્યક્તિની મુસાફરી ફ્રી કરી છે અને એટલા માટે નીરજ નામના વ્યક્તિઓ તેમાં વધુમાં વધુ મુસાફરી કરે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, ઉષા બ્રેકો કંપનીએ નીરજ નામના વ્યક્તિની મુસાફરી ફ્રી કરતા પહેલા દિવસે દસ કરતાં વધુ નીરજ નામના વ્યક્તિઓએ ફ્રીમાં મુસાફરી કરી હતી એટલે ઉષા બ્રેકો કંપની દ્વારા ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાને અનોખી રીતે અભિનંદન પાઠવવામાં આવી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરા ગોલ્ડ મેડલ મેળવીને ભારતને ગૌરવ અપાવી દેશનો હીરો બની ગયો છે. જ્યારે ટોકિયો ઓલમ્પિકના ખેલાડીઓ દિલ્હી એરપોર્ટ પર આવ્યા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. નીરજ ચોપરાએ ૮૭.૫૮ મીટર દૂર ભાલો ફેંક્યો હોવાના કારણે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યું છે. ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ભારતનો બીજા ખેલાડી બન્યો છે. વર્ષ ૨૦૦૮ માં યોજાયેલી ઓલમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ ૧૦ મીટર એર રાઈફલ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મહત્ત્વની વાત છે કે, નીરજ પાણીપતના એક નાનકડાં ગામમાં રહે છે અને બાળપણમાં તે ખૂબ જ વધારે વજન ધરાવતો હતો.


કારણ કે ભારે વજન હોવાના કારણે તે કુરતો અને પાયજામો પહેરતો હતો. તો કેટલાક લોકોએ તેને ફીટ થવાની સલાહ આપી હતી. તેથી તે પોતાની ફિટનેસ જાળવવા માટે પાનીપથ સ્ટેડિયમમાં જવા લાગ્યો અને ત્યાં અન્ય લોકોએ તેને ભાલા ફેંકની રમતમાં હાથ અજમાવવા માટે જણાવ્યું. બસ ત્યારથી તેના કરિયરની શરૂઆત થઈ. ભાલા ફેંકમાં બેસ્ટ સુવિધા શોધવા માટે નીરજ પંચકુલામાં શિફ્ટ થઈ ગયો અને પહેલીવાર તેનો સામનો રાષ્ટ્રીય સ્તરના ખેલાડી સાથે થયો હતો અને ત્યારબાદ તેને ખૂબ સારી સુવિધા મળવા લાગી અને રાષ્ટ્રીય સ્તરે તે રમવા લાગ્યો. તેથી ખરાબ ગુણવત્તાવાળા ભાલાના બદલે નીરજના હાથમાં સાચો ભાલો આવી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *