ઉત્તર પૂર્વ દિલ્હીના સુંદર નગરી વિસ્તારમાં મનીષ નામના યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આરોપીઓના નામ આલમ, બિલાલ અને ફૈઝાન છે. જેમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સુંદર નગરીના રહેવાસી છે. આ ઘટના પણ સુંદર નગરી વિસ્તારની છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 7.40 વાગ્યાની આસપાસ પીસીઆર પર કોલ આવ્યો હતો કે એક છોકરાને 2-3 છોકરાઓએ માર માર્યો હતો. ઘાયલ છોકરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો.
મૃતકની ઓળખ સુંદર નગરીના રહેવાસી મનીષના પુત્ર ધરમપાલ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, ત્રણ છોકરાઓ આલમ, બિલાલ અને ફૈઝાન આ હત્યાના મુખ્ય શકમંદ તરીકે બહાર આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધી જે બાબતો બહાર આવી છે તે દર્શાવે છે કે હત્યા પાછળનો હેતુ જૂની અદાવત હોવાનું જણાય છે. આ ઘટના સમયેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ત્રણ છોકરાઓ મનીષ સાથે વાત કરી રહ્યા છે અને તે પછી અચાનક તેઓ હુમલાખોર બની જાય છે.
મનીષને છરીના ઘા મારીને ત્રણેય છોકરાઓ ભાગી ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ઉત્તર પૂર્વ દિલ્હીના સુંદર નગરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે મનીષ નામના યુવકની હત્યા બાદ સ્થાનિક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો.