હાલ ની પરિસ્થિતિ જોતા લાગે છે કે કોરોના નો કહેર ધીમો થયો છે પણ ખતમ નથી થયો, એવી સ્થિતિ માં તેના ઉપાયો કરવા જરૂરી નીવડે છે. ઉકારા પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે એનાથી સંક્રમણ નો ખતરો ઓછો થાય છે. પણ પાછલા ઘણા દિવસો થી જે રીતે ગરમી નો પ્રકોપ વધી રહ્યો છે તે જોતા લાગે છે કે ઉકારા ના સેવન થી બીજી બીમારી ને આમન્ત્રણ આપતા હોય. આવી પરિસ્થિતિ જોતા ઇમ્યુનીટી વધારવા બીજા પીણાં પણ મદદરૂપ થાય છે.આવો જાણીયે.
નારિયેળ પાણી: નારિયેળ પાણી પીવાથી શરીર માં ઘણા પોશકતત્વો મરતા હોય છે.નારિયેળ પાણી આપણા પાચનતંત્ર ને સ્વાસ્થ્ય રાખે છે. આ પીણું વજન ઓછું કરવા માં પણ મદદરૂપ થાય છે સાથે સાથે વિટામિન સી,પોટેશિયમ અને મેગ્નેસિયમ પણ મરતું હોય છે. વિટામિન સી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માં મદદરૂપ થાય છે.
ફુદીનો:ફુદીનામાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓકેસીડેએટેસ, મિનરલ્સ અને વિટામિન્સ જેવા કે એ,સી અને ઈ હોય છે, આ બધા તત્વ ઇમ્મુનિટી વધારવામાં મદદ રૂપ થાય છે. અને દહીં માં પણ પ્રિ- બાયોટીકૅસ હોય છે જો શરીર માટે ફાયદારૂપ છે. આ ડ્રિન્ક બનાવવા માટે મિક્સર માં દહીં સૂકો અથવા લીલો ફુદીનો મિલાવો એના સાથે થોડી માત્ર માં ખાંડ નાખી સારી રીતે મિક્સ કરવું.હવે એમાં બરફ ટુકડા નાખી પીસી લેવું.
કાચી કેરી: કાચી કેરી ઇમ્યુનીટી વધારવા ની સાથે શરીર ને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. કાચી કેરી,જીરા નો પાવડર, બ્લેક મીઠું અને ગોર નાખી એમાં ઠંડુ પાણી ઉમેરી તરત પી જવું.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.